આસારામની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
નાબાલિક છોકરી સાથેના બળાત્કાર ના આરોપી આસારામ બાપુ ની તબિયત અચાનક જ ખરાબ થઇ ગઈ. આસારામ બાપુ જોધપુર જેલમાં બંધ હતા તેમને ત્યાંથી તરત જ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આસારામ બાપુ ચાલવાની હાલતમાં પણ ના હતા એટલા માટે તેમને વ્હીલચેર પર લઇ જવામાં આવ્યા હતા.
આસારામ બાપુની તબિયત ખરાબ છે એવા સમાચાર જેવા તેમના સમર્થકો સુધી આવ્યા તેઓ ભરી સંખ્યામાં હોસ્પિટલ પહોચી ગયા હતા. હમણાં આસારામની તબિયત કેવી છે તેના વિશે કોઈ જ જાણકારી મળી નથી. પરંતુ મળતી માહિતી મુજબ ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે.

આસારામ બાપુએ છાતીમાં દર્દ હોવાનું જણાવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આપણે જણાવી દઈએ કે આસારામ બાપુ પર જોધપુર આશ્રમમાં 16 વર્ષની બાળકી પર યોનશોષણ કરવાનો આરોપ છે.












Click it and Unblock the Notifications
