આસારામના પુત્ર નારાયણ સાંઇ પર લાગ્યો બળજબરીપૂર્વક લગ્ન કરાવવાનો આરોપ

ઇન્દોર, 7 સપ્ટેમ્બર: શારિરીક શોષણના આરોપોમાં જોધપુરની જેલમાં બંધ આસારામ બાપુ માટે આવનાર દિવસો મુશ્કેલીભર્યા હોઇ શકે છે. એક તરફ તેમના પર બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે તો બીજી તરફ તેમને જેલમાંથી બહાર કાઢવા માટે પૂરજોશ પ્રયત્નોમાં લાગેલા તેમના પુત્ર નારાયણ સાંઇ પણ હવે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ઇન્દોરની એક મહિલાએ નારાયણ સાંઇ પર આરોપ લગાવ્યો છે કે નારાયણ સાંઇએ છેતરપીંડી કરી તેના લગ્ન એક સેવાદાર સાથે કરાવ્યા હતા.

લગ્ન પછી તે મહિલાને ખબર પડી કે સેવાદાર પહેલાંથી પરણિત હતો અને બે બાળકોનો બાપ છે. મહિલાએ નારાયણ સાંઇ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોતાની પ્રાથમિક ફરિયાદમાં તેને કહ્યું છે કે નારાયણ સાંઇએ જ લગ્નના મંત્ર વાંચ્યા હતા.

લગ્નના બે મહિના બાદ જ્યારે તે સેવાદારના બાળકની માતા બનવાની હતી તો સેવાદારે તેને છોડી દિધી અને તેને ખબર પડી કે સેવાદારે મોજ-મસ્તી માટે આ લગ્ન કર્યા હતા. તે તો પહેલાંથી પરણિત હતો જેના વિશે નારાયણ સાંઇને ખબર હતી. જ્યારે તે નારાયણ સાંઇ પાસે આવી તો નારાયણ સાંઇએ તેની સાથે અશ્લીલ હરકત કરી અને તેને ડરાવી ધમકાવી.

narayan-sai

આ કિસ્સો વર્ષ 2004નો છે. આજે નવ વર્ષ બાદ તેને નારાયણ સાંઇ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે કારણ કે એક પીડિતાની ફરિયાદ પર આસારામના જેલ ગયા પછી મહિલાને લાગ્યું કે તેને અને તેના બાળકને પણ હક મળી શકે છે. કિશોર છોકરીની હિંમતથી તેની અંદર પણ પોતાના અસ્તિત્વ માટે લડવાની હિંમત આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ પર 16 વર્ષની છોકરીએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે જેના કારણે તે 14 દિવસની ધરપકડમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X