For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે મહીનાથી ભાગતા ફરતા નારાયણ સાઇ આખરે પોલીસની પકડમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 ડિસેમ્બર: સુરત બળાત્કાર કેસમાં બે મહીનાથી ભાગતા ફરતા નારાયણ સાઇની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે નારાયણને દિલ્હી-પંજાબની સરહદ પર હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. આસારમનો પુત્ર નારાયણ સાઇ છેલ્લા 58 દિવસોથી પોલીસને લદાવી રહ્યો હતો. નારાણય સાઇને ગુજરાત અને દિલ્હી પોલીસની ખાસ ટીમે પકડી પાડ્યો હતો.

સુરત બળાત્કાર કેસમાં ભાગતા ફરતા નારાયણ સાઇની તપાસમાં પોલીસ દેશના દરેક રાજ્યોમાં દરોડા પાડી રહી હતી. લુકાઉટ નોટિસ જારી થયા બાદથી નારાયણ સાઇ પોલીસની આંખોમાં ધૂળ નાખીને ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસને આજે મોટી સફળતા હાથ લાગી છે.

નારાયણની તપાસમાં પોલીસ નેપાળના જનકપુર અને કાઠમાંડૂ સુધી જઇ આવી હતી, પરંતુ તેનો કોઇ પતો લાગ્યો ન્હોતો. આની વચ્ચે ધરપકડથી બચવા માટે નારાયણ સાઇએ સુરત કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હતી પરંતુ સુનાવણી સતત ટળતી રહી અને નારાયણ સાઇને રાહત મળી નહી.

narayan sai
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાઇ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પરંતુ મોટી બહેન આસારામ પર જ્યારે નાની બહેને નારાયણ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. લુકઆઉટ નોટિસ છતાં નારાયણ ભાગેડું હતો અને પોલીસ તેની શોધમાં લાગેલી હતી. ધરપકડથી બચવા માટે નારાયણે સુરત કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

English summary
the Gujarat and Delhi Police on Wednesday arrested self-styled godman Asaram Bapu's absconding son Narayan Sai from the Punjab border where he was hiding with his close aides.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X