For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોંડિયા ખેડા કિલ્લાના ખજાનાનું ખુલશે રહસ્ય, ખોદકામ શરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઉન્નાવ, 18 ઓક્ટોબર: ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઇ)એ શુક્રવારે સવારે ઉન્નાવ જિલ્લાના ડોંડિયા ખેડા કિલ્લામાં કામ શરૂ કરી દિધું છે. સંત શ્રી શોભન સરકારે રાજા રાવ રામબખ્શ સિંહના કિલ્લામાં 1000 ટન સોનું દબાયેલું હોવાની વાત કરી હતી.

શોભન સરકારે સપનું જોયું હતું કે કિલ્લાના પરિસરમાં ખજાનો દબાયેલો છે. સંતના દાવાને પરખવા માટે ભારતીય પુરાતત્વ વિભાગે આજથી ખોદકામ શરૂ કરી દિધું છે. પોલીસે ખોદકામવાળી જગ્યાએ નાકાબંધી કરી દિધી છે.

Upadate

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી પીઆઇએલ

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી પીઆઇએલ

હાલ આખા દેશનું ધ્યાન આ ઘટના તરફ આકર્ષિત થયું છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે એક પીઆઇએલ દાખલ કરવામાં આવી છે કે ખોદકામ સેનાની નજર હેઠળ થાય.

સોનું નહી મળે તો માથું કપાવી દઇશ

સોનું નહી મળે તો માથું કપાવી દઇશ

શોભન સરકારના શિષ્ય સ્વામી ઓમનું કહેવું છે કે મને વિશ્વાસ છે કે સોનું જરૂર મળશે, જો સોનું ન મળ્યું તો હું માથું કપાવી દઇશ.

સપના દ્વારા નહી શક્તિ દ્વારા મળી જાણકારી

સપના દ્વારા નહી શક્તિ દ્વારા મળી જાણકારી

શોભન સરકારના અનુયાયીઓ અને શિષ્યોએ હવે કહેવાનું શરૂ કરી દિધું છે કે બાબાને ખજાનાની જાણકારી સપના દ્વારા નહી પરંતુ દિવ્ય શક્તિથી મળી છે.

ડોંડિયાખેડા ક્યાં છે

ડોંડિયાખેડા ક્યાં છે

આ સ્થળ ઉન્નાવ જિલ્લામાં સ્થિત બક્સરથી બે કિલોમીટર પહેલાં છે. ખજાનાવાળો કિલ્લો ગંગા નદીના કિનારે આવેલો છે.

મેલા જામી ગયો

મેલા જામી ગયો

મંદિર પરિસરની પાસે ભીડ જમા થવાથી અને મીડિયાનો જમાવડો થવાથી ત્યાં ચા અને સમોસાની દુકાનો લાગી ગઇ છે.

2800 ટન સોનું

2800 ટન સોનું

સોનું હોવાની ભવિષ્યવાળીક કરનાર સંત શોભન સરકારે વધુ ત્રણ સ્થળોએ સોનું હોવાનો દાવો કર્યો છે. તેમને આ અંગે ભારત સરકાર અને રિઝર્વ બેંકને પણ પત્ર લખ્યો છે. તેમનું કહેવું છે કે ત્રણ જગ્યાએ કુલ મળીને 2800 ટન સોનું હોઇ શકે છે.

યુએસ મીડિયા

યુએસ મીડિયા

જમીનની અંદર સોનું હોવાની સંભાવના હોવાના સમાચાર મળતાં વિદેશી મીડિયાએ ભારતમાં ડેરા નાખી લીધા છે.

કિલ્લો કોનો છે

કિલ્લો કોનો છે

જાણકારોનું કહેવું છે કે આ કિલ્લો રાજ રાવ રામ રામ બક્શસિંહનો છે. તે અંગ્રેજો સામે યુદ્ધમાં હારી ગયા હતા. ત્યારબાદ અંગ્રેજોએ તેમના કિલ્લાને ધ્વસ્ત કરી દિધો હતો અને ખજાનો પણ તેમાં દબાઇ ગયો છે.

1.50 વાગે
ભીડને જોતાં યુપી સરકારે ડોંડિયા ખેડામાં કલમ 144 લાગૂ કરી દિધી છે. એટલે કે એક સ્થળે ચારથી વધુ લોકો જમા થઇ ન શકે.

1.45 વાગે
ખોદકામનું વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી દિધું છે. આ રેકોર્ડિંગ ખોદકામ પુરી થશે ત્યાં સુધી ચાલશે.

બપોરે 1.40 વાગે
સાધુએ તેમને કાનપુર, બિઠુર, ફતેપુરમાં પણ ખજાનો હોવાની માહિતી આપી છે.

બપોરે 1.30 વાગે
એએસઆઇના અધિકારીઓએ મીડિયાને કહ્યું કે ખોદકામનું કામ આગામી એક મહિના સુધી ચાલશે. રડાર મશીન અનુસાર જમીનની નીચે ધાતુ હોવાની સંભાવના છે. આ સોનું છે કે પછી બીજી કોઇ ધાતું તે ખોદકામ પછી ખબર પડશે.

બપોરે 1 વાગે
સંત શોભન સરકારે શિષ્યો દ્વારા હવન બાદ ખોદકામ શરૂ કરાવી દિધું હતું. ખોદકામ માટે પ્રથમ પાવડો જિલ્લા અધિકારીએ ઉપાડ્યો હતો અને બીજો પાવડો એએસઆઇના અધિકારીએ ઉપાડ્યો હતો.

બપોરે 12 વાગે
આ વિસ્તારમાં ભારેમાત્રામાં પોલીસ બળ ગોઠવવામાં આવેલ છે. ચારેય તરફ મીડિયાનો જમાવડો છે. કિલ્લા તથા તેની આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. કિલ્લાની અંદર જવા માટે કોઇને પણ પરવાનગી નથી.

આ પહેલાં
મુખ્યમંત્રી અખિલેશ યાદવના અંગત અને ડેરી ફેડરેશનના અધ્યક્ષ સુનીલ કુમાર યાદવે સાધુ શોભન સરકાર સાથે મુલાકાત કરી અને બંનેએ લગભગ ચાલીસ મિનિટ સુધી બંધ રૂમમાં વાતચીત કરી.

જિલ્લાધિકારી ઉન્નાવ
ઉન્નાવના જિલ્લા અધિકારીનું કહેવું છે કે ખોદકામનું કામ મહિનાઓ સુધી ચાલી શકે છે.

ભાજપ
ભાજપના કેપ્ટન અભિમન્યુંએ કહ્યું હતું કે સોનું નિકળવાથી દેશના વિકાસમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.

અશોક સિંધલ
વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અશોક સિંઘલે કહ્યું હતું કે એક સંતના કહેવાથી ખોદકામ ન કરાવવું જોઇએ.

સંતના શિષ્ય
ઉન્નાવના ડોંડિયા ખેડામાં સોનાના ખોદકામનો કાર્યક્રમ શરૂ થયો કે સંત શોભન સરકારના શિષ્ય ઓમે દાવો કર્યો કે ફતેપુર જિલ્લાના આદમપુર ગામમાં રીવા નરેશના કિલ્લામાં 2500 ટન સોનું છે.

નરેશ અગ્રવાલ, નેતા સપા
રાજ્ય સરકાર આ કામમાં પુરો સહયોગ કરી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી છે, જો કે સોનું નિકળશે તો તેના પર રાજ્ય સરકારનો હક હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સોનાનો ખજાનો ડોંડિયા ખેડા સ્ટેટના પચ્ચીસમા શાસક રાજા રામ રામ બક્શસિંહના કિલ્લાના અવશેષોમાં દબાયેલા બતાવવામાં આવે છે. જેમને 1857 દરમિયાન બ્રિટિશ શાસનકાળની સાથે લડીને તેના છક્કા છોડાવી દિધા હતા અને પછી તેમને એક ઝાડથી લટકાવી ફાંસી આપી દેવામાં આવી હતી.

English summary
The sleepy Daundaia Kheda village in Uttar Pradesh's Unnao district is buzzing with activity as the Archaeological Survey of India (ASI) on Friday began excavating the remains of former King Ram Bux Singh’s dilapidated fort to verify claims made by a seer that nearly 1,000 tonnes of gold is buried here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X