For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Asola Bhatti Sanctuary: જંગલ સફારીની મઝા લેવા માટે દિલ્લી સરકારે બનાવી વિશેષ યોજના

દિલ્લી સરકારના વન તેમજ વન્ય જીવ વિભાગે દક્ષિણ દિલ્લીના અસોલા ભાટી અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ લેવા માટે ખાસ યોજના બનાવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકારના વન તેમજ વન્ય જીવ વિભાગે દક્ષિણ દિલ્લીના અસોલા ભાટી અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ લેવા માટે ખાસ યોજના બનાવી છે. વન તેમજ વન્યજીવ વિભાગના મુખ્ય વન સંરક્ષક નિશીથ સક્સેનાએ જણાવ્યુ કે અસોલા ભાટી અભયારણ્યને પર્યટકોની સુવિધાના હિસાબે ઈકો ટુરિઝમ હબ તરીકે વિકસિત કરવાનુ લક્ષ્ય છે.

kejriwal

તેમણે વધુમાં જણાવ્યુ કે આના માટે વિવિધ યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યુ છે. આ ક્રમમાં વન તેમજ વન્ય જીવ વિભાગ અભયારણ્યમાં જંગલ સફારીને લઈને એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યુ છે. આ યોજના હેઠળ શરુઆતમાં ચાર ખુલ્લી જિપ્સી ચલાવવામાં આવશે. જેમાં લોકો ઉભા રહીને પ્રકૃતિની સુંદરતા તેમજ વન્ય જીવોને જોઈ શકશે. આ યોજના તૈયાર થઈ ગયા બાદ તેને સરકાર સામે મૂકવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ તેને અમલમાં મૂકવામાં આવશે.

અધિકારીના જણાવ્યા મુજબ અભયારણ્યમાં પર્યટકોને લઈ જવા માટે પહલા બેટરી સંચાલિત વાહનોને સામેલ કરવામાં આવ્યા હતુ પરંતુ ટ્રાયલ દરમિયાન આ વાહનો નિષ્ફળ સાબિત થયા હતા. સફારી માટે અભયારણ્યમાં 23 કિલોમીટર રસ્તાને ચિહ્નિત કરવામાં આવ્યો છે. સફારીની સુવિધા પર્યટકોને અભયારણ્યના મુખ્ય દ્વારથી જ મળશે. વળી, અભયારણ્યાના બીજા દ્વારથી પર્યટક બહાર નીકળી જશે. આના માટે ટિકિટ મુખ્ય દ્વારથી જ મળશે. જો કે જિપ્સીનુ ભાડુ હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યુ. જિપ્સીના ટ્રાયલને લઈને ઈંધણની ખપતના આધારે ભાડુ નક્કી થશે.

English summary
Asola Bhatti Sanctuary: Delhi's Kejriwal government plan for jungle safari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X