For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assam: અમિત શાહે જણાવ્યો પોતાની પિટાઇનો કીસ્સો, કોંગ્રેસને લીધી આડેહાથ

ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આસામની મુલાકાતે છે. અહી તેમણે ગુવાહાટીના બેલટોલા ખાતે પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ દરમિયાન અમિત શાહે લોકોને સંબોધિત કર્યા હતા. તેમના સંબોધન દર

|
Google Oneindia Gujarati News

ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આસામની મુલાકાતે છે. અહી તેમણે ગુવાહાટીના બેલટોલા ખાતે પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ દરમિયાન અમિત શાહે લોકોને સંબોધિત કર્યા હતા. તેમના સંબોધન દરમિયાન અમિત શાહે તેમના શરૂઆતના દિવસોનો એક કિસ્સો પણ સંભળાવ્યો. શાહે કહ્યું કે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો વિરોધ કરતી વખતે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી.

Amit shah

અમિત શાહે આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા હિતેશ્વર સૈકિયાના કાર્યકાળ દરમિયાન ABVP કાર્યકર્તાઓની મારપીટનો કિસ્સો શેર કર્યો હતો. અમિત શાહે કહ્યું કે, એક વખત હું અહીં એબીવીપીના કાર્યક્રમમાં આવ્યો હતો. ત્યારબાદ હિતેશ્વર સૈકિયાએ અમને ખૂબ માર માર્યો હતો. અમે નારા લગાવતા હતા - આસામકી શેરયા સુની હૈ, ઇન્દિરા ગાંધી ખુની હૈ. ત્યારે આ આસામમાં સતત બે ટર્મ સુધી ભાજપની સરકાર બનશે તેવું વિચાર્યું ન હતું.

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીનો એજન્ડા હતો કે જો તેઓ સત્તામાં આવશે તો ઉત્તર પૂર્વમાંથી AFSPA હટાવી દેશે. તે તુષ્ટીકરણ માટે હતું. જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે મેં કહ્યું કે અમે પહેલા પૂર્વોત્તરમાં શાંતિ લાવીશું અને પછી AFSPA હટાવીશું પરંતુ માત્ર તુષ્ટિકરણ માટે તે કરીશું નહી.

અમિત શાહે કહ્યું કે આસામની ભૂમિને કોંગ્રેસ દ્વારા ઘણા વર્ષોથી આતંકવાદ, વિઘટન, આંદોલન અને હડતાલની ભૂમિ બનાવી દેવામાં આવી છે. વિકાસ નહોતો, શિક્ષણ ન હતું, શાંતિ નહોતી. આજે હું ખુશ છું કે 2014થી સમગ્ર નોર્થ ઈસ્ટ વિકાસના માર્ગ પર છે. હવે ઉત્તર પૂર્વનો વિકાસ અને ઉત્તર પૂર્વમાં ભાજપનો વિકાસ બંને સમાંતર ચાલી રહ્યા છે.

બીજી તરફ ખાનપરામાં કાર્યકર્તા સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ કોંગ્રેસીઓ જ્યાં બેઠા છે ત્યાંથી સાંભળી લો, જવાહરલાલ નેહરુએ 1962માં આસામને બાય-બાય કહ્યું હતું જ્યારે ચીન સાથે યુદ્ધ થયુ હતું. ત્યારથી કોંગ્રેસના લોકો ભૂલી ગયા હતા કે ઉત્તર-પૂર્વ પણ એક ચીજ છે. અહીં જે પ્રકારનો અલગતાવાદ થયો તેને મોદીજીએ કોઈપણ ભાષણ વિના બદલી નાખ્યો હતો. ભારતના તૂટવાની પ્રક્રિયા કોંગ્રેસના શાસનમાં થઈ અને કોંગ્રેસ મૂક પ્રેક્ષક બની રહી. મોદીજીએ આવીને ભારતને તોડવાની પ્રક્રિયા અટકાવીને ભારતને જોડવાનું કામ કર્યું છે.

English summary
Assam: Amit Shah told the story of his beating, Attacks On Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X