For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામ ચૂંટણીઃ ECની ગાડી પર હુમલા બાદ BJP ઉમેદવારની ગાડીમાં રાખવામાં આવ્યા EVM, નોંધાઈ FIR: સૂત્ર

આસામના પથરકંડી વિધાનસભાથી ઈવીએમમાં ગરબડ અને ચૂંટણી પંચ(ઈસી)ની ગાડી પર હુમલાના સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

આસામ વિધાનસભા ચૂંટણી 2021: આસામમાં ગુરુવારે(1 એપ્રિલ) 39 વિધાનસભા સીટો પર બીજા તબક્કાની ચૂંટણી થઈ છે. આસામના પથરકંડી વિધાનસભાથી ઈવીએમમાં ગરબડ અને ચૂંટણી પંચ(ઈસી)ની ગાડી પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે ગઈ રાતે(2 એપ્રિલ) ચૂંટણી થયા બાદ આસામમાં પથરકંડી વિધાનસભામાં એક કારમાં ઈવીએમ મશીન મળ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આ કાર ચૂંટણી પંચની નહોતી. એએનઆઈના સૂત્રો મુજબ ચૂંટણી પંચની ગાડીમાં ખરાબી આવી ગઈ હતી જે બાદ ચૂંટણી પંચના અધિકારીઓ ત્યાંથી પસાર થતી એક કારમાં ઈવીએમ મશીનને મૂકી દીધા. ત્યારબાદ જાણવા મળ્યુ કે જે કારમાં ઈવીએમ રાખવામાં આવ્યા હતા તે ગાડી ભાજપના ઉમેદવારની હતી.

evm

એએનઆઈના સૂત્રો મુજબ ઈવીએમ લઈ જતી કાર પર હુમલો થયો હતો. આ મામલે કાર પર હુમલો કરનાર અજ્ઞાત લોકો સામે એફઆઈઆ નોંધવામાં આવી છે. કેસની આગળની તપાસ ચાલુ છે. ભીડે હુમલા દરમિયાન ઈવીએમને કોઈ નુકશાન કર્યુ નથી. ઈવીએમ પ્રશાસન પાસે સુરક્ષિત છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ - ચૂંટણી પંચ કરે કડક કાર્યવાહી

પ્રિયંકા ગાંધીએ આ ગાડીનો વીડિયો ટ્વિટ કરીને કહ્યુ છે કે, 'ઈવીએમના ચૂંટણી પંચ ઉપરાંત બીજી ગાડીઓમાં જવાના સમાચાર અને વીડિયો ઘણા સમયથી આવી રહ્યા છે. જેમાં અમુક વસ્તુઓ હંમેશા કૉમન હોય છે જેવી કે ઈવીએમ લઈ જતા વાહન સામાન્ય રીતે ભાજપ ઉમેદવારો કે તેમના સહયોગીઓના હોય છે, જો આનો વીડિયો સામે આવી જાય તો તેને દૂર્ઘટના કે ઘટના ગણાવીને ફગાવી દેવામાં આવે છે. વળી, ભાજપ પોતાના મીડિયા તંત્રનો ઉપયોગ એ લોકો પર આરોપ લગાવવા માટે કરે છે જે ઈવીએમવાળા વીડિયો સામે લાવે છે.'

પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યુ, 'ફેક્ટ એ છે કે આ રીતની ઘટનાઓની સૂચના આપવામાં આવી રહી છે અને તેના વિશે કંઈ પણ કરવામાં આવી રહ્યુ નથી. ચૂંટણી પંચે આ ફરિયાદો પર નિર્ણાયક રીતે કાર્યવાહી શરૂ કરવાની જરૂર છે અને બધા રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઈવીએમની જરૂરિયાતના ઉપયોગ પર સમીક્ષા કરવી જોઈએ.' ઉલ્લેખનીય છે કે આસામમાં ગુરુવારે બીજા તબક્કામાં 39 વિધાનસભા સીટો પર મતદાન થયુ. સાંજે 6 વાગ્યા સુધી 73.03 ટકા મતદાન નોંધવામાં આવ્યુ.

વડોદરાઃ 15 દિવસ પહેલા જન્મેલા જોડિયા બાળકોને થયો કોરોનાવડોદરાઃ 15 દિવસ પહેલા જન્મેલા જોડિયા બાળકોને થયો કોરોના

English summary
Assam: EVMs found in BJP candidate car, FIR on who attacked car carrying EVM - Sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X