For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં પૂરથી 12 લોકોના મોત, 38000 લોકો બેઘર

આસામમાં પૂરથી 12 લોકોના મોત, 38000 લોકો બેઘર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આસામમાં ધોધમાર વરસાદ બાદ આવેલા પૂરથી હાલાત બદથી બદતર થતા જઇ રહ્યા છે. બુધવારે આવેલા પૂરને પગલે વધુ એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અત્યાર સુધી પ્રદેશના પાંચ અલગ અલગ જિલ્લાના 38 હજાર લોકો પ્રભાવિત થયા છે. સિવનગર જિલ્લામાં એક વ્યક્તિનુ મોત થયું છે, આની સાથે જ પ્રદેશમાં આ વર્ષે પૂરને કારણે 12 લોકોના મોત થયાં છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિગમ તરફથી અપાયેલી જાણકારી મુજબ પૂરથી પ્રદશમાં ધેમજી, જોરહાટ, મજૂલી, સિવનગર, ડિબ્રૂગઢમાં 38 હજાર લોકો પ્રભાવિત થયા છે.

કેટલાય શહેર પ્રભાવિત થયાં

કેટલાય શહેર પ્રભાવિત થયાં

પૂરથી સૌથી વધુ લોકો ધેમજીમાં પ્રભાવિત થયા છે, જ્યાં 15000 લોકો અસરગ્રસ્ત થયા છે જ્યારે ડિબ્રૂગઢમાં 11000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જ્યારે સિવનગરની વાત કરીએ તો અહીં 10 હજાર લોકો પ્રભાવિત થયા છે. મંગળવારે પૂર પ્રભાવિત લોકોની સંખ્યા 37 હજાર હતી, પરંતુ મજૂલીાં પણ પૂર આવવાથી આ આંકડો વધી ગયો છે. પૂરના કારણે 102 ગામ ડૂબી ગયા છે, જ્યારે 5031 હેક્ટર ખેતર બરબાદ થઇ ચૂક્યાં છે. પ્રશાસન 27 રાહત કેમ્પ ચલાવી રહ્યું છે, જયાં 1081 લોકોને રાખવામાં આવ્યા છે.

બ્રહ્મપુત્ર નદી ખતરાની ઉપર

બ્રહ્મપુત્ર નદી ખતરાની ઉપર

બ્રહ્મપુત્ર નદી પોતાના સામાન્ય સ્તરથી ક્યાંય વધુ ઉપર વહી રહી છે. આ જોરહાટ અને ધુબરીમાં ખતરાના નિશાના પર વહી રહી છે. આની સહાયક નદીઓ પણ ખતરાના નિશાના ઉપર વહી રહી છે. સડક અને અન્ય નિર્માણ કાર્ય પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જ્યારે ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં બુધવારે મૉનસૂને દસ્તક આપી છે. ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં પણ વરસાદ જોવા મળ્યો છે. બુધવારે દિલ્હીમાં ભારે વરસાદ થયો, સાથે જ ઉત્તર પ્રદેશણાં પણ કેટલીય જગ્યાએ વરસાદ થઇ રહ્યો છે. લખનઉમાં આજે સવારથી જ વરસાદ થઇ રહ્યો છે.

ઉત્તર ભારતમાં મૉનસૂનની દસ્તક

ઉત્તર ભારતમાં મૉનસૂનની દસ્તક

પંજાબમાં પણ ચમાસું આવી ચૂક્યું છે, જના કારણ પારો નીચે ગગડ્યો છે. ચંદીગઢ હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે પંજાબ અને ચંદીગઢમાં ચોમાસું પહોંચી ગયું છે. હાલાત ચોમાસાના પક્ષમાં છે અને આજે કેટલીય જગ્યાએ તેજ વરસાદની સંભાવના છે. પંજાબના પટિયાલા અને અમૃતસરમાં મહત્તમ પારો 34.7 અને 35.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યો છે, જે સામાન્યથી નીચે છે.

CBSE બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરીCBSE બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી

English summary
Assam floods kill 12, 38000 people affected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X