અસમ-મેઘાલય સીમા વિવાદ: સીએમ હિમંત બિસ્વા સરમાએ કરી સર્વદળીય બેઠક, સમાધાન માટે 6 વિસ્તારોની ઓળખ કરાઇ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે આસામ-મેઘાલય સરહદ વિવાદ મુદ્દે તમામ પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. રાજ્યના કોઇનાધારા સ્ટેટ ગેસ્ટ હાઉસમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત આસામના મંત્રીઓ રનોજ પેગુ અને
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે આસામ-મેઘાલય સરહદ વિવાદ મુદ્દે તમામ પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. રાજ્યના કોઇનાધારા સ્ટેટ ગેસ્ટ હાઉસમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત આસામના મંત્રીઓ રનોજ પેગુ અને અશોક સિંઘલ અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવબ્રત સૈકિયા સહિત અન્ય પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું છે કે વાતચીત દરમિયાન તમામ પક્ષોના પ્રતિનિધિઓને આ દિશામાં થયેલી પ્રગતિની જાણકારી આપવામાં આવી છે.

સમાધાન માટે 6 મતભેદવાળા વિસ્તારોની ઓળખ
આ બેઠક પછી આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પોતે ટ્વીટ કર્યું હતું કે 'આસામ-મેઘાલય સરહદ વિવાદને ઉકેલવાના અમારા પ્રયાસો ફળ આપવા લાગ્યા છે. સંઘર્ષના 12માંથી 6 વિસ્તારોને ઉકેલ માટે ઓળખવામાં આવ્યા છે; અંતિમ સમાધાન માટે જે વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે તેમાં હાહિમ, ગીજાંગ, તારાબારી, બોકાલાપરા, ખાનપારા- પિલિંગ્કાટા અને રતાર્ચેરાનો સમાવેશ થાય છે.
'સહાનુભૂતિપૂર્ણ ઉકેલ માટે રોડમેપ તૈયાર'
સીએમના જણાવ્યા અનુસાર, 'બંને રાજ્યોના પ્રતિનિધિઓ ધરાવતી 3 પ્રાદેશિક સમિતિઓની ભલામણોના આધારે, સૌહાર્દપૂર્ણ ઉકેલ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.' મુખ્યમંત્રીએ કહ્યું છે કે 'આ મામલે મુખ્યમંત્રી સ્તરે અનેક રાઉન્ડની વાતચીત બાદ અમે આ સ્થિતિમાં પહોંચ્યા છીએ.' આજની બેઠકમાં ઘણા ધારાસભ્યો, રાજ્યના મુખ્ય સચિવ જિષ્ણુ બરુઆ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
ગયા મહિને બંને મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી.
આસામ અને મેઘાલય વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદના સમાધાન માટે, બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ ગયા વર્ષે 23 ડિસેમ્બરે તેમની છેલ્લી વાતચીત કરી હતી, જેમાં વિવાદના 12માંથી પ્રથમ 6 વિસ્તારોને ઉકેલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે મેઘાલયની રચના 1972માં થઈ હતી અને ત્યારથી બંને રાજ્યો વચ્ચે 885 કિલોમીટર લાંબી આંતરરાજ્ય સરહદ પર 12 જગ્યાઓ પર વિવાદ ચાલી રહ્યો છે. રાહતની વાત એ છે કે આ પૈકી 6 જગ્યાએ મતભેદો ઉકેલવા તરફ આગળ વધી રહ્યા હોવાનું જણાય છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
