For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bypolls Assembly Seats: 6 રાજ્યોની સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે આજે મતદાન, જાણો કયા-કયા સ્થળે

દેશમાં 6 રાજ્યોની સાત વિધાનસભા સીટો પર આજે પેટાચૂંટણી માટે મતદાન થશે.

|
Google Oneindia Gujarati News

Bypolls Assembly Seats: દેશમાં 6 રાજ્યોની સાત વિધાનસભા સીટો પર આજે પેટાચૂંટણી માટે મતદાન થશે. આ પેટાચૂંટણી બિહારના મોકામા અને ગોપાલગંજ, મહારાષ્ટ્રના અંધેરી(ઈસ્ટ), હરિયાણાના આદમપુર, તેલંગાનાના મુનુગોડે, ઉત્તર પ્રદેશના ગોલા ગોકર્ણનાથ અને ઓડિશાના ધામનગર વિધાનસભા વિસ્તારમાં થશે. મતોની ગણતરી 6 નવેમ્બરે થશે. આ રાજ્યોમાં વર્તમાન ધારાસભ્યના મૃત્યુ, પક્ષપલટા કે ગુનાહિત મામલે દોષી જણાવાના કારણે સીટ ખાલી થતા પેટાચૂંટણી કરાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલા આ સાત વિધાનસભા પેટાચૂંટણીઓને લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે.

voting

1. અંધેરી(ઈસ્ટ):

અંધેરી(ઈસ્ટ) સીટનુ પ્રતિનિધિત્વ શિવસેના ધારાસભ્ય દિવંગત રમેશ લટકે કરતા હતા. તેમના અસમય નિધન બાદ આ સીટ ખાલી થઈ છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ દિવગંત લટકેના પત્ની રતુજા લટકેને આ સીટથી ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે ચાર અપક્ષ ઉમેદવાર છે. શિવસેના સામે બળવા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથની લોકપ્રિયતાની અહીં પહેલી પરીક્ષા થશે.

2. મુનૂગોડે(તેલંગાના):

ત્રણ મુખ્ય પક્ષો ભાજપ, સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને કોંગ્રેસ તેલંગાણામાં મુનુગોડુ પેટાચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય કોમાતિરેડ્ડી રાજ ગોપાલ રેડ્ડીએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ આ સીટ પર ચૂંટણી યોજાઈ રહી છે. રાજ ગોપાલ રેડ્ડી ફરીથી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે પરંતુ આ વખતે તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે TRSના પૂર્વ ધારાસભ્ય કુસુકુંતલા પ્રભાકર રેડ્ડી અને કોંગ્રેસના પલવઈ શ્રાવંથી મેદાનમાં છે.

3 & 4 ગોપાલગંજ અને મોકામા(બિહાર):

બિહારના ગોપાલગંજમાં ભાજપની કુસુમ દેવી અને રાષ્ટ્રીય જનતા દળના મોહન ગુપ્તા વચ્ચે સીધો મુકાબલો છે. મોકામાની ચૂંટણીમાં અનંત સિંહની પત્ની અને આરજેડી નેતા નીલમ દેવી નલિની અને ભાજપના સોનમ દેવી વચ્ચે જોરદાર ટક્કર છે. અનંત સિંહને ફોજદારી કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આ સીટ ખાલી પડી હતી.

5. આદમપુર(હરિયાણા):

પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના પુત્ર વર્તમાન ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈના રાજીનામા બાદ હરિયાણાના આદમપુરમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. કુલદીપ બિશ્નોઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. આ બેઠક માટે 22 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી જય પ્રકાશને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ હિસારથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. AAPએ ભાજપથી અલગ થયેલા સતેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. બિશ્નોઈએ 2019માં ભાજપના સોનાલી ફોગાટને હરાવ્યા હતા.

6.ગોલા ગોકર્ણનાથ(ઉત્તર પ્રદેશ):

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ગોલા ગોકર્ણનાથ મતવિસ્તારમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે મુકાબલો છે. બસપા અને કોંગ્રેસે પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. 6 સપ્ટેમ્બરે ભાજપના ધારાસભ્ય અરવિંદ ગિરીના અવસાન બાદ આ બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. આ સીટ પરથી અરવિંદ ગીરીના પુત્ર અને ભાજપના અમન ગીરી અને પૂર્વ સપા ધારાસભ્ય વિનય તિવારી મેદાનમાં છે.

7. ધામનગર(ઓડિશા):

ઓડિશાના ધામનગરમાં 19 સપ્ટેમ્બરે ભાજપના વિષ્ણુ ચરણ સેઠીના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક પરથી ભાજપે વિષ્ણુ ચરણ સેઠીના પુત્ર સૂર્યવંશી સૂરજને ટિકિટ આપી છે. વળી, સત્તારૂઢ બીજુ જનતા દળે આ બેઠક પરથી અબંતી દાસને ચૂંટણીમાં ઉતાર્યા છે. કોંગ્રેસે એડવોકેટ બાબા હરેકૃષ્ણ સેઠીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે બીજેડીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર દાસ પણ અપક્ષ તરીકે મેદાનમાં છે.

English summary
Assembly Bypolls for seven seats in 6 states today. Know all the places here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X