For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર

કોંગ્રેસના પ્રદર્શનથી 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી માટે મોટો પડકાર બની રહેશે રાહુલ ગાંધી.

|
Google Oneindia Gujarati News

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ જે રીતે કોંગ્રેસને મોટુ કમબેક કર્યુ છે અને હિંદી ભાષી રાજ્યોમાં કોંગ્રેસે જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. તેણે માત્ર કોંગ્રેસ પાર્ટીને એક વાર ફરીથી સ્થાપિત જ નથી કરી પરંતુ નેતા તરીકે રાહુલ ગાંધીને સ્થાપિત કરવામાં ઘણી મદદ કરી છે. રાહુલ ગાંધી હંમેશાથી વિપક્ષી દળો અને તમામ સ્થાનિક દળોના નિશાના પર રહેતા હતા. આ તમામ દળો રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવતા હતા. આ જ કારણ છે કે જ્યારે વિધાનસભા ચૂંટણી પહેલા તમામ દળો સાથે ગઠબંધનની વાત સામે આવી હતી ત્યારે ઘણા પક્ષોએ પોતાના હાથ પાછળ ખેંચી લીધા હતા.

આ પણ વાંચોઃ ના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલઆ પણ વાંચોઃ ના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ

નેતા તરીકે થશે સ્થાપિત

નેતા તરીકે થશે સ્થાપિત

રાહુલ ગાંધીની ગંભીર નેતાની છબી પર હંમેશાથી સવાલ ઉઠતા રહ્યા છે. જે રીતે પાર્ટી દરેક ચૂંટણીમાં નબળી થતી જતી હતી એ જ કારણ હતુ કે રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં બસપા અને સપાએ કોંગ્રેસને પોતાના તેવર બતાવ્યા હતા. માત્ર આ વિધાનસભા ચૂંટણી જ નહિ પરંતુ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા મહાગઠબંધન માટે પણ તમામ સ્થાનિક વિપક્ષ કોંગ્રેસ સાથે આવતા ખચકાતા હતા જેમાં મમતા બેનર્જી, અખિલેશ યાદવ, માયાવતી સહિત ઘણા દિગ્ગજ નેતા શામેલ છે. પરંતુ હિંદી ભાષી રાજ્યોમાં કોંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન મહાગઠબંધનની તમામ કોશિશોમાં બેશક આગળ વધવામાં મદદ કરશે અને સંભવ છે કે સ્થાનિક દળો કોંગ્રેસ સાથે આવતા હવે ખચકાશે નહિ.

હિંદી ભાષી રાજ્યોમાં જીત મહત્વની

હિંદી ભાષી રાજ્યોમાં જીત મહત્વની

છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીને ખરાબ રીતે પરાજિત કર્યા બાદ કોંગ્રેસે અહીં 15 વર્ષ બાદ કમબેક કર્યુ છે. આ કમબેક પાર્ટી માટે ઘણુ મહત્વનું છે. આનુ મોટુ કારણ છે હિંદી ભાષી રાજ્યમાં કોંગ્રેસની અમુક વર્ષોમાં આ સૌથી મોટી જીત છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી હિંદી ભાષી રાજ્યોમાં સતત વિજય રથ લઈને આગળ વધી રહી હતી તેને જોઈને કહેવાતુ હતુ કે પીએમ મોદીની લોકપ્રિયતા ખતમ કરવી કોંગ્રેસ માટે સરળ નહિ રહે. પરંતુ છત્તીસગઢમાં કોંગ્રેસે આ ભ્રમ તોડવામાં સફળતા મેળવી લીધી છે.

બદલાશે 2019ની તસવીર

બદલાશે 2019ની તસવીર

જો રાજસ્થાનની વાત કરીએ તો અહીં પણ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવામાં કોંગ્રેસ સફળ થતી જોવા મળી રહી છે. માટે રાજ્યમાંથી ભાજપની હકાલપટ્ટી નક્કી છે. રાજસ્થાનમાં ભાજપ 2013માં 163 સીટોમાંથી સમેટીને 80 આસપાસ આવી ગઈ છે. અહીં ભાજપને લગભગ 90 સીટો પર હાર મળતી દેખાઈ રહી છે. મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભાજપને કાંટાની ટક્કર આપી છે અને અહીં પણ સ્થિતિ કાંટાની બનેલી છે. રાજસ્થાનમાં કોંગ્રેસનું પ્રદર્શન આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. હંમેશા એ વાતને લઈને સવાલ ઉઠતા રહે છે કે શું રાહુલ 2019માં નરેન્દ્ર મોદીને પડકાર આપી શકે છે પરંતુ આ ચૂંટણી પરિણામો બાદ આ અવધારણામાં પરિવર્તન જોવા મળશે.

આ પણ વાંચોઃ મોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સઆ પણ વાંચોઃ મોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ

English summary
Assembly Election Results 2018: First big win of Congress set the ton For Rahul Gandhi against Narendra Modi in 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X