For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમપી, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ, તેલંગાનામાં ચૂંટણી તારીખોનું એલાન

ચૂંટણી પંચે શનિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમ અને તેલંગાનામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી પંચે શનિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાના અને મિઝોરમમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ અને મિઝોરમ મતદાન 28 નવેમ્બરના રોજ થશે.

મધ્યપ્રદેશમાં એવું માનવામાં આવે છે કે ચૂંટણી ભારતીય જનતા પક્ષ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે સીધી રાજકીય લડાઈ હશે. જ્યારે શિવરાજસિંહ ચૌહાણ સરકાર સતત 4 થી મુદત જીતવાની કોશિશ કરશે, 2003 પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાજ્ય જીતવા માટે લડશે.

લાઇવ અપડેટ્સ અહીં વાંચો..

Assembly Elections

Newest First Oldest First
4:20 PM, 6 Oct

છત્તીસગઢમાં વિધાનસસભાની 90 સીટો પર બે તબક્કામાં થશે ચૂંટણી, પહેલા તબક્કામાં 12 નવેમ્બર અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન, 11 ડિસેમ્બરે થશે મતોની ગણતરી
4:18 PM, 6 Oct

મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 સીટો પર એક જ ચરણમાં થશે ચૂંટણી, 28 નવેમ્બરના મતદાન અને 11 ડિસેમ્બરના રોજ થશે મતોની ગણતરી
4:17 PM, 6 Oct

રાજસ્થાનમાં વિધાનસભાન 200 સીટો પર એક જ ચરણમાં થશે ચૂંટણી, 7 ડિસમ્બરે મતદાન અને 11 ડિસેમ્બરે થશે મત ગણતરી
4:16 PM, 6 Oct

મિઝોરમમાં વિધાનસભાની 40 સીટો પર એક જ ચરણમાં થશે ચૂંટણી, 28 નવેમ્બરના રોજ મતદાન અને 11 ડિસેમ્બરે થશે મતોની ગણતરી
4:15 PM, 6 Oct

તેલંગાનામાં વિધાનસભાની 119 સીટો પર થશે ચૂંટણી, 7 ડિસમ્બરે મતદાન અને 11 ડિસેમ્બરે થશે મત ગણતરી
4:13 PM, 6 Oct

પાંચો રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા રહેશે, ચૂંટણીમાં ગરબડ કરનારા સામે આકરા પગલાં લેવાના આદેશ
4:11 PM, 6 Oct

કોઈ પણ નકલી આઈડીનો ઉપયોગ ન કરી શકે, આવા કેસમાં એફઆઈઆર નોંધવામાં આવશે. દરેક સ્તરે તેની તપાસ થશેઃ ઓ પી રાવત
4:09 PM, 6 Oct

જો આવી કોઈ ફરિયાદ મળશે તો ચૂંટણી આયોગ લેશે કડક પગલાઃ ઓ પી રાવત, મુખ્ય ચૂંટણી કમિશ્નર
4:08 PM, 6 Oct

મધ્યપ્રદેશમાં નકલી આઈડીના સવાલ પર બોલ્યા મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ પી રાવત, અમને આવી કોઈ ફરિયાદ મળી નથી.
4:07 PM, 6 Oct

ચૂંટણી આયોગે કર્યુ એલાન, કર્ણાટકની શિમોગા, બેલ્લારી અને મંડ્યા સીટો પર 3 નવેમ્બરે થશે પેટા ચૂંટણી
4:04 PM, 6 Oct

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાનામાં એક ચરણમાં મતદાન, છત્તીસગઢમાં બે ચરણમાં થશે મતદાન, સુરક્ષાની થશે પૂરતી વ્યવસ્થા
4:02 PM, 6 Oct

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાનામાં આજથી તત્કાળ પ્રભાવથી આદર્શ આચાર સંહિતા લાગુ
4:00 PM, 6 Oct

ચૂંટણી કમિશ્નર ઓ પી રાવતે જણાવ્યુ, 11 ડિસેમ્બરે થશે પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીની મત ગણતરી
3:59 PM, 6 Oct

છત્તીસગઢમાં બે ચરણમાં થશે વિધાનસભા ચૂંટણી, પહેલા ચરણ હેઠળ 12 નવેમ્બર અને બીજા ચરણમાં 20 નવેમ્બરે થશે મતદાન.
3:48 PM, 6 Oct

તેલંગણા અને રાજસ્થાન એક જ તબક્કામાં યોજાશે, વિધાનસભાની ચૂંટણી બંને રાજ્યોમાં ડિસેમ્બર 7 ના રોજ યોજાશે
3:48 PM, 6 Oct

મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક તબક્કામાં મતદાન 28 નવેમ્બરે યોજાશે, ચૂંટણી પંચે જાહેરાત કરી છે
3:47 PM, 6 Oct

ચૂંટણી પંચે મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરના રોજ મતદાન કરતાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે.

English summary
Assembly Elections in 5 States Including Madhya Pradesh, Chhattisgarh and Rajasthan, EC May Announce Date
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X