For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assembly Elections Live: યુપી-પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખોનુ આજે એલાન

શનિવારે એટલે કે આજે બપોરે સાડા ત્રણ વાગે ચૂંટણી પંચ 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શનિવારે એટલે કે આજે બપોરે સાડા ત્રણ વાગે ચૂંટણી પંચ 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરશે. ચૂંટણીની જાહેરાત બાદ કયા રાજ્યમાં કેટલા તબક્કામાં અને કઈ તારીખે મતદાન થવાનુ છે તેની માહિતી મળી શકશે. વળી, નામાંકન, પરિણામની તારીખો વિશેની પણ માહિતી મળશે. તમને જણાવી દઈએ કે આવતા અમુક દિવસોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

EC

Newest First Oldest First
4:17 PM, 8 Jan

યુપીમાં પ્રથમ તબક્કામાં મતદાન - 10 ફેબ્રુઆરી, બીજા તબક્કામાં - 14 ફેબ્રુઆરી, ત્રીજા તબક્કામાં - 20 ફેબ્રુઆરી, ચોથા તબક્કામાં - 23 ફેબ્રુઆરી
4:17 PM, 8 Jan

પાંચ રાજ્યોમાં 10 માર્ચે મતગણતરી થશે - ચૂંટણી પંચ
4:16 PM, 8 Jan

પંજાબ અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.
4:16 PM, 8 Jan

મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
4:16 PM, 8 Jan

ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે.
4:15 PM, 8 Jan

પાંચ રાજ્યોમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે.
4:15 PM, 8 Jan

ડોર ટુ ડોર કેમ્પેઈનમાં માત્ર 5 લોકોને જ મંજૂરી.
4:15 PM, 8 Jan

વર્ચ્યુઅલ રીતે પ્રચાર પર ભાર: ચૂંટણી પંચ
4:15 PM, 8 Jan

વર્ચ્યુઅલ રીતે પ્રચાર પર ભાર: ચૂંટણી પંચ
4:15 PM, 8 Jan

રાત્રે 8 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર બંધ થશેઃ ચૂંટણી પંચ
4:14 PM, 8 Jan

આ વખતે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવશે.
4:14 PM, 8 Jan

આજથી 15 જાન્યુઆરી સુધી ચૂંટણી પંચે પદયાત્રા સુધી રોડ શો, રેલી, સાયકલ રેલી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે.
4:13 PM, 8 Jan

તમામ ચૂંટણી કાર્યકરો ફ્રન્ટ લાઇન કાર્યકરો - મુખ્ય ચૂંટણી કમિશનર
4:13 PM, 8 Jan

ચૂંટણી પહેલા મતદાન મથકોને સેનિટાઈઝ કરવામાં આવશે- મુખ્ય ચૂંટણી કમિશનર
4:13 PM, 8 Jan

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે તમામ ચૂંટણી કાર્યકરોને રસીના બંને ડોઝ મળી ગયા છે.
4:13 PM, 8 Jan

80+ વૃદ્ધો અને કોવિડ અસરગ્રસ્તોને પોસ્ટલ બેલેટની સુવિધા.
4:10 PM, 8 Jan

ચૂંટણી પંચચના જણાવ્યા અનુસાર 5 રાજ્યોમાં તાત્કાલિક ધોરણે આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે.
3:49 PM, 8 Jan

આ ચૂંટણીમાં સેવા મતદારો સહિત 18.34 કરોડ મતદારો ભાગ લેશે, જેમાંથી 8.55 કરોડ મહિલા મતદારો છેઃ સુશીલ ચંદ્રા
3:49 PM, 8 Jan

આ ચૂંટણીમાં સેવા મતદારો સહિત 18.34 કરોડ મતદારો ભાગ લેશે, જેમાંથી 8.55 કરોડ મહિલા મતદારો છેઃ સુશીલ ચંદ્રા
3:49 PM, 8 Jan

મતદાન મથકોમાં 16% વધારોઃ મુખ્ય ચૂંટણી કમિશનર
3:48 PM, 8 Jan

મતદાન ખંડ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે: મુખ્ય ચૂંટણી કમિશનર
3:48 PM, 8 Jan

આ વખતે 24.9 લાખ મતદારો વધ્યાઃ CEC
3:47 PM, 8 Jan

CEC સુશીલ ચંદ્રાએ કહ્યું કે 3 લક્ષ્યો પર કામ કર્યું છે. આ લક્ષ્યો છે - કોવિડ સલામત ચૂંટણી, સરળ ચૂંટણી અને મહત્તમ મતદારોની ભાગીદારી.
3:47 PM, 8 Jan

29 ટકા મતદારો પ્રથમ વખત મતદાન કરશે - CEC સુશીલ ચંદ્ર
3:47 PM, 8 Jan

દરેક મતદાન મથક પર જરૂરી સુવિધાઓ હશે, જેમ કે માસ્ક, સેનિટાઈઝર વગેરે. - CEC
3:46 PM, 8 Jan

5 રાજ્યોની 690 વિધાનસભા મતવિસ્તારો માટે ચૂંટણી યોજાશે - CEC
3:46 PM, 8 Jan

ચૂંટણીમાં 18.3 કરોડ મતદારો ભાગ લેશે - CEC
3:46 PM, 8 Jan

મતદાર યાદી 5 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવી હતી- CEC
3:45 PM, 8 Jan

ચૂંટણી માટે પંચની ટીમે ભારે જહેમત ઉઠાવી છે - CEC
3:45 PM, 8 Jan

ચૂંટણી દરમિયાન લોકોની સુરક્ષાની કાળજી કમિશન રાખશે- CEC
READ MORE

English summary
Election Commission to announce 5 states assembly election dates today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X