Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પગાર ન મળતાં જેટ એરવેઝના પાયલટોનો વિદ્રોહ, 14 ફ્લાઈટ રદ

પગાર ન મળતાં જેટ એરવેઝના પાયલટોનો વિદ્રોહ, 14 ફ્લાઈટ રદ

મુંબઈઃ ભારતની સૌથી મોટી એરલાઈન્સ જેટ એરવેઝે પોતાની 14 ફ્લાઈટ રદ કરી દીધી છે. સૂત્રો મુજબ જેટ એરવેઝના કેટલાક પાયલટને સેલેરી ન મળવાથી તેઓ નારાજ થયા હતા, જેના કારણે તેઓએ ખુદને બીમાર ગણઆવ્યા, જેને કારણે જેટ એરવેજે રવિવારે 14 જેટલી ફ્લાઈટ રદ કરવી પડી છે. ઓગસ્ટ મહિનાથી કેશની તકલીફને કારણે જેટ એરવેજના પાયલટ, મેનેજમેન્ટ સ્ટાફ અને એન્જિનિયરને સેલેગી મળવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે આ લોકો વિવિધ રીતે સતત પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પાયલોટને નથી મળ્યો પગાર

પાયલોટને નથી મળ્યો પગાર

જેટ એરવેઝે આ લોકોને થોડી સેલેરી સપ્ટેમ્બર મહિનામાં આપી દીધી હતી, પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં આ લોકોને હજુ પગાર નથી મળ્યો. સૂત્રો મુજબ ઓછામાં ઓછા 14 વિમાનોના પાયલટ બીમાર થવાના કારણે ફ્લાઈટ રદ કરી દીધી છે. આ તમામ પાયલટ જેટ એરવેજ વિરુદ્ધ સેલેરી ન મળવાના કારણે પ્રદર્શન કરી રહ્યા છે. તમામ પાયલટ નેશનલ એવિએયર્સ ગિલ્ડના વલણથી પણ નારાજ છે અને તેઓ આ મુદદાને મેનેજમેન્ટ સામે ઉઠાવી રહ્યા છે.

પાયલોટે કર્યો વિદ્રોહ

પાયલોટે કર્યો વિદ્રોહ

જણાવી દઈએ કે નેગ જેટ એરવેજને ઘરેલૂ પયલટોનું એકમ છે જે 1000 પાયલોટનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ વિમાનના રદ થવાના કારણે જેટ એવેઝ તરફથી અપ્રત્યાશિત સ્થિતિ છે. જેટ એરવેજ તરફથી આ વાતનો ઈનકાર કરવામાં આવ્યો છે કે પાયલટોના વિરોધના કારણે ફ્લાઈટ કેન્સલ કરાઈ. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક પાયલટોએ ચેરમેન નરેશ ગોયલને પત્ર લખ્યો, જેમાં એમણે કહ્યું કે તેઓ આવી રીતે કામ કરવા માગતા નથી.

ફ્લાઈટ રદ

ફ્લાઈટ રદ

જ્યારે ફ્લાઈટ રદ થવા વિશે જેટ એરવેજ તરફથી કહેવામાં આવ્યું છે કે યાત્રીઓને આ વિષયમાં સૂચના આપી દેવામાં આવી છે, એમને મેસેજ કરીને જણાવવામાં આવ્યું છે કે તેમની બીજા વિમાનમાં યાત્રાની વ્યવસ્થા કરવામાં આવશે અથવા એમના રૂપિયા પરત કરી દેવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X