રસોઈ બનાવવાના અને જમવાના શોખીન છે વાજપેયીજી, જાણો કેટલીક ખાસ વાતો

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતની લોકપ્રિય હસ્તીઓમાંથી એક એવા અટલ બિહારી વાજપેયીની તબિયત હજુ પણ નાજુક છે.

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતની લોકપ્રિય હસ્તીઓમાંથી એક એવા અટલ બિહારી વાજપેયીની તબિયત હજુ પણ નાજુક છે. રાજધાની દિલ્હીના અખિલ ભારતીય આયર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ) તરફથી જાહરે કરાયેલ બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા 36 કલાકમાં તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નથી. વાજપેયી હજુ પણ વેન્ટીલેટર પર છે.

ઉચ્ચ વિચારોના માલિક અટલ બિહારી વાજપેયી

ઉચ્ચ વિચારોના માલિક અટલ બિહારી વાજપેયી

શ્રેષ્ઠ કવિ, મહાન નેતા અને સફળ પીએમ રૂપે પોતાની ઓળખ બનાવનાર અટલ બિહારી વાજપેયીની પ્રશંસા તેમના વિરોધીઓ પણ ઘણી શાનથી કરે છે. તમામ મુદ્દાઓ પર લોકોથી અલગ વિચારો ધરાવતા અટલ બિહારી વાજપેયી ઉચ્ચ વિચારોના માલિક રહ્યા છે. તેમના જીવનના ઘણા રોચલ પાસાં છે જેમના વિશે તેમની ભત્રીજી કરુણા શુક્લાએ જણાવ્યુ. જેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યુ કે તેમના કાકા અટલ બિહારી વાજપેયીએક ખૂબ જ સરળ અને ધીરજવાન વ્યક્તિ રહ્યા છે.

અટલજીને કઢી, ગરમ ગુલાબજાંબુ અને ખીર પસંદ

અટલજીને કઢી, ગરમ ગુલાબજાંબુ અને ખીર પસંદ

ગુસ્સાથી દુશ્મની રાખનાર અટલ બિહારી વાજપેયી જ્યારે પણ ગ્વાલિયર આવતા તો ઘરમાં તહેવારનો માહોલ થઈ જતો. બાળકો સાથે પ્રેમ કરનારા અટલ જમવાનું બનાવવાના અને ખાવાના શોખીન રહ્યા છે. તેઓ જ્યારે પણ મળવા આવતા તો રસોઈમાં ઘૂસીને ઘણા વ્યંજન બનાવતા હતા. પોતાના બાળપણને યાદ કરતા કરુણાએ કહ્યુ કે અટલજી સાથે વીતાવેલી દરેક ક્ષણમ ખૂબ જ ખાસ છે. તેઓ હંમેશા ખૂબ સારી સારી વાતો કહેતા રહેતા હતા. કરુણાએ કહ્યુ કે અટલજીને કઢી, ગરમ ગુલાબજાંબુ અને ખીર ખૂબ પસંદ છે.

‘ખુલ્લી કિતાબ રહ્યુ છે અટલનું જીવન'

‘ખુલ્લી કિતાબ રહ્યુ છે અટલનું જીવન'

કરુણાએ કહ્યુ કે મારા પપ્પા અને કાકા અટલ બંને ખૂબ જ સારી કવિતાઓ લખ્યા કરતા હતા, અટલજી તો સામાન્ય વાતચીત પણ કવિતાના રૂપમાં કરતા હતા, તેમનું હ્રદય ખૂબ કોમળ છે અને તેઓ ક્યારેય પણ કોઈની સાથે ગુસ્સાથી વાત નહોતા કરતા. તેમનું સમગ્ર જીવન એક કોરા કાગળની જેમ બેદાગ અને સાફ રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X