For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલ બિહારી વાજપેયીઃ જન્મથી લઈને પરમાણુ પરીક્ષણ, કારિગલ વૉર સુધી

આવો, તમને અટલજીના જીવન સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાત જણાવીએ.

|
Google Oneindia Gujarati News

ટૂટે હુએ સપને કી સુને કૌન સિસકી
અંતર કો ચીર વ્યથા પલકોં પર ઠીઠકી
હાર નહીં માનુંગા
રાર નહીં ઠાનૂંગા
કાલ કે કપાલ પર લિખતા-મિટાતા હું
ગીત નયા ગાતા હું....
આ કવિતા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની છે જે નાદુરસ્ત તબિયતના કારણે એઈમ્સમાં સારવાર હેઠળ છે. આખો દેશ તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો છે. જાણકારી મુજબ અટલજી હજુ થોડા દિવસ એઈમ્સમાં રહેશે કારણકે ઈન્ફેક્શન હજુ પણ યથાવત છે. જો કે, જણાવવામાં આવી રહ્યુ છે કે રાતે અને સવારે પણ યુરિન પાસ થયુ છે પરંતુ તે હાલમાં પણ આઈસીયુમાં છે. અટલજી આજે ભલે રાજનીતિના મુખ્ય રંગમંચ પર ન હોય પરંતુ મુખ્ય ધારાના કોઈ પણ નેતાથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વ વાજપેયીજીનું છે. વાજપેયીજી આજે પણ ભારતીય રાજનીતિના સૌથી મજબૂત હસ્તાક્ષર છે. તેમનો અવાજ ધીમો પડી ગયો છે પરંતુ ભાજપ જ નહિ દેશ માટે પણ તે એક મોટા સિમ્બોલ છે. તો આવો, તમને અટલજીના જીવન સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાત જણાવીએ. આ પહેલા વનઈન્ડિયા વાજપેયીજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.

ગ્વાલિયરમાં થયો જન્મ, પાંચમા ધોરણમાં પહેલી વાર ભાષણ

ગ્વાલિયરમાં થયો જન્મ, પાંચમા ધોરણમાં પહેલી વાર ભાષણ

અટલજીનો જન્મ 25 ડિસેમ્બર, 1924 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શિંકે કા બાડા મોહલ્લામાં થયો હતો. તેમના પિતા પંડિત કૃષ્ણ બિહારી વાજપેયી અધ્યાપનનું કાર્ય કરતા હતા અને માતા કૃષ્ણા દેવી ઘરેલુ મહિલા હતી. અટલજી પોતાના માતાપિતાની સાતમી સંતાન હતા. તેમનાથી મોટા ત્રણ ભાઈ અને ત્રણ બહેનો હતી. અટલજીના મોટા ભાઈઓને અવધ બિહારી વાજપેયી, સદા બિહારી વાજપેયી અને પ્રેમ બિહારી વાજપેયી નામથી ઓળખવામાં આવે છે. અટલજી બાળપણથી જ અંતર્મુખી અને પ્રતિભા સંપન્ન હતા. તેમની પ્રારંભિક શિક્ષા વડનગરના ગોરખી વિદ્યાલયમાં થઈ. અહીંથી તેમણે આઠમાં સુધીનું શિક્ષણ મેળવ્યુ. જ્યારે તે પાંચમાં ધોરણમાં હતા ત્યારે તેમણે પ્રથમ વાર ભાષણ આપ્યુ હતુ. પરંતુ વડનગરમાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ન હોવાના કારણે તેમને ગ્વાલિયર જવુ પડ્યુ.

કોલેજમાં જ રાજકીય ગતિવિધિઓનો પ્રારંભ

કોલેજમાં જ રાજકીય ગતિવિધિઓનો પ્રારંભ

ગ્વાલિયરમાં વિક્ટોરિયા કોલેજિયટ સ્કૂલમાં તેમણે પ્રવેશ લીધો જ્યાંથી તેમણે ઈન્ટરમીડિએટ સુધીનો અભ્યાસ કર્યો. આ વિદ્યાલયમાં તેમણે ચર્ચા-વિચારણા સ્પર્ધાઓમાં ભાગ લીધો અને પ્રથમ પુરસ્કાર પણ જીત્યા. તેમણે વિક્ટોરિયા કોલેજમાંથી સ્નાતક સ્તરનું શિક્ષણ મેળવ્યુ. કોલેજ જીવનમાં જ તેમણે રાજકીય ગતિવિધિઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધુ હતુ. આરંભમાં તે છાત્ર સંગઠન સાથે જોડાયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ કાર્યકર્તા નારાયણ રાવ તરટેથી તેઓ ખૂબ પ્રભાવિત હતા. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શાખા પ્રભારી તરીકે કાર્ય કર્યુ. કોલેજ જીવનમાં તેમણે કવિતાઓ લખવી શરૂ કરી દીધી હતી. તેઓ 1943 માં કોલેજ યુનિયનના સચિવ બન્યા અને 1944 મા ઉપાધ્યક્ષ પણ બન્યા.

પત્રકારત્વને કારણે પીએચડી ન કરી શક્યા

પત્રકારત્વને કારણે પીએચડી ન કરી શક્યા

ગ્વાલિયરની સ્નાતક ઉપાધિ મેળવ્યા બાદ તે કાનપુર જતા રહ્યા. અહીં તેમણે ડીએવી મહાવિદ્યાલયમાં પ્રવેશ લીધો. તેમણે કલામાં સ્નાતકોત્તર ઉપાધિ પ્રથમ શ્રેણીમાં મેળવી. ત્યારબાદ તે પીએચડી કરવા માટે લખનઉ જતા રહ્યા. અભ્યાસની સાથે સાથે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યો પણ કરવા લાગ્યા. પરંતુ તેઓ પીએચડી કરવામાં સફળતા ન મેળવી શક્યા કારણકે પત્રકારત્વ સાથે જોડાવાના કારણે તેમને અભ્યાસ માટે સમય નહોતો મળી શકતો. તે સમયે રાષ્ટ્રધર્મ નામનું સમાચારપત્ર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંપાદનમાં લખનઉથી છપાતુ હતુ. ત્યારે અટલજી તેના સહસંપાદક તરીકે કામ કરવા લાગ્યા. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આ સમાચાર પત્રના સંપાદકીય જાતે લખતા હતા અને બાકીનું કામ અટલજી અને તેમના સહાયકો કરતા હતા. રાષ્ટ્રધર્મ સમાચારપત્રનો પ્રસાર બહુ વધી જતા તેના માટે પોતાની જ પ્રેસની વ્યવસ્થા કરવામાં આવી જેનું નામ ભારત પ્રેસ રાખવામાં આવ્યુ હતુ.

અટલજીની રાજકીય કારકિર્દી

અટલજીની રાજકીય કારકિર્દી

વાજપેયીજીની રાજકીય સફરની શરૂઆત એક સ્વતંત્રતા સેનાની રુપે થઈ. 1942 માં ‘ભારત છોડો આંદોલન' માં ભાગ લેવાને કારણે અન્ય નેતાઓ સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે તેમની મુલાકાત શ્યામા પ્રસાદ મુખર્જી સાથે થઈ જે ભારતીય જનસંઘ એટલે કે બીજેએસના નેતા હતા. તેમના રાજકીય એજન્ડામાં વાજપેયીજીએ સહયોગ કર્યો. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે શ્યામાપ્રસાદ મુખર્જીનું મૃત્યુ થઈ ગયુ. ત્યારબાદ બીજેએસની કમાન વાજપેયીજીએ સંભાળી અને આ સંગઠનના વિચારો અને એજન્ડાને આગળ વધાર્યા.

1957 મા પહેલી વાર બન્યા સાંસદ

1957 મા પહેલી વાર બન્યા સાંસદ

વર્ષ 1957 માં પહેલી વાર તેઓ બલરામપુર સીટ પરથી સંસદ સભ્ય ચૂંટાયા. નાની ઉંમર હોવા છતાં વાજપેયીજીના વિસ્તૃત દ્રષ્ટિકોણ અને જાણકારીએ તેમને રાજકારણ જગતમાં સમ્માન અને સ્થાન મેળવવામાં મદદ કરી. 1977 માં જ્યારે મોરારજી દેસાઈની સરકાર બની ત્યારે વાજપેયીજીને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા. બે વર્ષ બાદ તેમણે ચીન સાથેના સંબંધો પર ચર્ચા કરવા માટે ત્યાંની યાત્રા કરી. ભારત પાકિસ્તાનના 1971 ના યુદ્ધના કારણે પ્રભાવિત થયેલા ભારત-પાકિસ્તાનના વ્યાપારી સંબંધો સુધારવા માટે તેમણે પાકિસ્તાનની યાત્રા કરીને નવી પહેલ કરી. જ્યારે જનતા પક્ષે આરએસએસ પર હુમલો કર્યો ત્યારે તેમણે 1979 માં મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ. વર્ષ 1980 માં ભારતીય જનતા પક્ષનો પાયો નાખવાની પહેલ તેમણે તેમજ બીજેએસ અને આરએસએસમાંથી આવેલ લાલકૃષ્ણ અડવાણી અને ભૈરવસિંહ શેખાવત જેવા સાથીઓએ કરી. સ્થાપના બાદ પહેલા પાંચ વર્ષ વાજપેયીજી આ પક્ષના અધ્યક્ષ રહ્યા.

એક વાર 13 દિવસ અને એક વાર 13 મહિના માટે બન્યા પીએમ

એક વાર 13 દિવસ અને એક વાર 13 મહિના માટે બન્યા પીએમ

વર્ષ 1996 માં લોકસભા ચૂંટણી બાદ ભાજપને સત્તામાં આવવાનો મોકો મળ્યો અને અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા. પરંતુ બહુમત સિધ્ધ ન થવાને કારણે સરકાર પડી ભાંગી અને વાજપેયીજીને પ્રધાનમંત્રી પદેથી માત્ર 13 દિવસો બાદ જ રાજીનામુ આપવુ પડ્યુ. વર્ષ 1998 માં ભાજપ ફરીથી એક વાર વિવિધ પક્ષોના સહયોગવાળા ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે સરકાર બનાવવામાં સફળ રહી પરંતુ આ વખતે પણ માત્ર 13 મહિના સુધી સત્તામાં રહી શકી કારણકે ઑલ ઈન્ડિયા દ્રવિડ મુન્નેત્ર કાજગમે પોતાનું સમર્થ સરકારમાંથી પાછુ ખેંચી લીધુ.

પરમાણુ પરીક્ષણ કરાવ્યા અને પછી 5 વર્ષ રહ્યા પ્રધાનમંત્રી

પરમાણુ પરીક્ષણ કરાવ્યા અને પછી 5 વર્ષ રહ્યા પ્રધાનમંત્રી

વાજપેયીજીના નેતૃત્વવાળી એનડીએ સરકારે મે 1998 માં રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરાવ્યા. 1999 ની લોકસભા ચૂંટણી બાદ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ને સરકાર બનાવવામાં સફળતા મળી અને અટલ બિહારી વાજપેયી ફરીથી એક વાર પ્રધાનમંત્રી બન્યા. આ વખતે સરકારે પોતાના પાંચ વર્ષ પૂર્ણ કર્યા અને આમ કરનારી પહેલી બિન-કોંગ્રેસી સરકાર બની. સહયોગી પક્ષોના મજબૂત સમર્થનથી વાજપેયીજીએ આર્થિક સુધારા માટે ખાનગી ક્ષેત્રના પ્રોત્સાહન હેતુ ઘણી યોજનાઓ શરૂ કરી. તેમણે ઔદ્યોગિક ક્ષેત્રમાં રાજ્યોની દખલઅંદાજી સીમિત કરવાના પ્રયાસ કર્યા. વાજપેયીજીએ વિદેશી રોકાણની દિશામાં અને સૂચના ટેકનોલોજી ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપ્યુ. તેમની નવી નીતિઓ અને વિચારોના પરિણામ સ્વરૂપ ભારતીય અર્થવ્યવસ્થાએ ત્વરિત વિકાસ પ્રાપ્ત કર્યો. પાકિસ્તાન અને યુએસએ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપીને તેમની સરકારે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કર્યા. જો કે અટલ બિહારી વાજપેયીજીની વિદેશ નીતિઓ વધુ બદલાવ લાવી શકી નહિ તેમછતાં આ નીતિઓની ઘણી સરાહના કરવામાં આવી.

પાકિસ્તાન સાથેના સંબંધોમાં સુધારની પહેલ

પાકિસ્તાન સાથેના સંબંધોમાં સુધારની પહેલ

19 ફેબ્રુઆરી 1999 ના રોજ સદા-એ-સરહદ નામથી દિલ્હીથી લાહોર સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી. આ સેવાનું ઉદઘાટન કરતા પ્રથમ યાત્રી રુપે વાજપેયીજીએ પાકિસ્તાનની યાત્રા કરીને નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી અને એકબીજા સાથેના સંબંધોમાં એક નવી શરૂઆત કરી હતી.

કારગિલ યુદ્ધમાં ભારતીય ક્ષેત્રને મુક્ત કરાવ્યુ

કારગિલ યુદ્ધમાં ભારતીય ક્ષેત્રને મુક્ત કરાવ્યુ

થોડા સમય બાદ પાકિસ્તાનના તત્કાલિન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફના વડપણ હેઠળ પાકિસ્તાની સેવા તેમજ ઉગ્રવાદીઓએ કારગિલ ક્ષેત્રમાં ઘુસણખોરી કરીને પહાડી ચોટીઓ પર કબ્જો કરી લીધો. અટલ સરકારે પાકિસ્તાનની સીમાનું ઉલ્લંઘન કરીને આંતરરાષ્ટ્રીય સલાહનું સમ્માન કરીને ધૈર્યપૂર્વક પરંતુ ઠોસ કાર્યવાહી કરીને ભારતીય ક્ષેત્રને મુક્ત કરાવ્યુ. આ યુદ્ધમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે ભારતીય સેનાને જાનમાલનું ઘણુ નુકશાન થયુ અને પાકિસ્તાન સાથે શરૂ કરાયેલ સંબંધમાં સુધારો ફરીથી એક વાર શૂન્ય થઈ ગયો.

વાજપેયી સરકારના અન્ય પ્રમુખ કાર્યો

વાજપેયી સરકારના અન્ય પ્રમુખ કાર્યો

1. સો થી પણ વધુ વર્ષોથી જૂનો કાવેરી જળ વિવાદ ઉકેલ્યો.
2. સંરચનાત્મક ઢાંચા માટે કાર્યદળ, સૉફ્ટવેર વિકાસ માટે સૂચના તેમજ પ્રૌદ્યોગિકી કાર્યદળ, વિદ્યુતિકરણમાં ઝડપ લાવવા માટે કેન્દ્રીય વિદ્યુત નિયામક આયોગ વગેરેની રચના કરી.
3. રાષ્ટ્રીય રાજમાર્ગો તેમજ હવાઈ માર્ગોનો વિકાસ. નવી ટેલીકોમ નીતિ તથા કોંકણ રેલવેની શરૂઆત કરીને પાયાગત સંરચનાત્મક ઢાંચાને મજબૂત કરવાના પગલાં લીધા.
4. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ, આર્થિક સલાહ સમિતિ, વેપાર અને ઉદ્યોગ સમિતિની પણ રચના કરી.
5. આવશ્યક ઉપભોક્તા સામગ્રીઓના ભાવ નિયંત્રિત કરવા માટે મુખ્યમંત્રીનું સંમેલન બોલાવ્યુ.
6. ઓડિશાના સર્વાધિક ગરીબ ક્ષેત્ર માટે સાત સૂત્રીય ગરીબી ઉન્મૂલન કાર્યક્રમ શરૂ કર્યો.
7. ગ્રામીણ રોજગાર સૃજન તેમજ વિદેશોમાં વસેલા ભારતીય મૂળના લોકો માટે વીમા યોજના શરૂ કરી.
8. સરકારી ખર્ચે રોજા ઈફ્તાર શરૂ કર્યા.

વર્ષ 2005 માં અટલજીએ સક્રિય રાજનીતિમાંથી લીધો સન્યાસ

વર્ષ 2005 માં અટલજીએ સક્રિય રાજનીતિમાંથી લીધો સન્યાસ

પોતાના પાંચ વર્ષ પૂરા કર્યા બાદ એનડીએ ગઠબંધન પૂરા આત્મવિશ્વાસ સાથે અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં 2005 ની ચૂંટણીમાં ઉતર્યુ પરંતુ આ વખતે કોંગ્રેસના નેતૃત્વમા યુપીએ ગઠબંધને સફળતા મેળવી અને સરકાર બનાવવામાં સફળ રહી. ડિસેમ્બર 2005 માં અટલ બિહારી વાજપેયીજીએ સક્રિય રાજકારણમાંથી સન્યાસ લેવાની ઘોષણા કરી દીધી.

પુરસ્કાર અને સમ્માન

પુરસ્કાર અને સમ્માન

પોતાની અભૂતપૂર્વ સેવાઓના કારણે તેમને વર્ષ 1992 માં પદ્મ વિભૂષણ સમ્માનથી નવાજવામાં આવ્યા.
1993 માં કાનપુર વિશ્વવિદ્યાલયમાંથી તેમને ડૉક્ટરેટની ઉપાધિ આપવામાં આવી.
વર્ષ 1994 માં અટલ બિહારી વાજપેયીજીને લોકમાન્ય તિલક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા.
વર્ષ 1994માં પંડિત ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યુ.
વર્ષ 1994 માં સર્વશ્રેષ્ઠ સાંસદનું સમ્માન.
વર્ષ 2015 માં દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ‘ભારત રત્ન' થી નવાજવામાં આવ્યા.
વર્ષ 2015 માં બાંગ્લાદેશ દ્વારા ‘લિબરેશન વાર એવોર્ડ' આપવામાં આવ્યો.

અટલજીની પ્રમુખ રચનાઓ

અટલજીની પ્રમુખ રચનાઓ

તેમની કેટલીક પ્રમુખ રચનાઓ આ પ્રકારે છેઃ
અમર બલિદાન (લોકસભામાં અટલજીના વક્તવ્યોનો સંગ્રહ)
કેદી કવિરાયકી કુંડલિયાં
સંસદમે તીન દશક
અમર આગ હે
કુછ લેખઃ કુછ ભાષણ
સેક્યુલર વાદ
રાજનીતિકી રપટીલી રાહેં
બિંદુ બિંદુ વિચાર વગેરે
મેરી ઈક્યાવન કવિતાએ

અટલજીના જીવનના અમુક પ્રમુખ તથ્ય

અટલજીના જીવનના અમુક પ્રમુખ તથ્ય

આજીવન અવિવાહિત રહ્યા.
તેઓ તેજસ્વી તેમજ પટુવક્તા (ઓરેટર) તેમજ સિદ્ધ હિન્દી કવિ પણ છે.
પરમાણુ શક્તિ સંપન્ન દેશોની સંભવિત નારાજગીથી વિચલિત થયા વિના તેમણે અગ્નિ-ટુનું પરમાણુ પરીક્ષણ કરીને દેશની સુરક્ષા માટે સાહસી પગલાં લીધા.
વર્ષ 1998 માં રાજસ્થાનના પોખરણમાં ભારતનું દ્વિતીય પરમાણુ પરીક્ષણ કર્યુ જેની અમેરિકાની સીઆઈએને ભનક પણ ના લાગવા દીધી.
અટલજી સૌથી લાંબા સમય સુધી સાંસદ રહ્યા અને જવાહરલાલ નહેરુ તેમજ ઈન્દિરા ગાંધી બાદ સૌથી લાંબા સમય સુધી બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી પણ રહ્યા.
તેઓ પહેલા પ્રધાનમંત્રી હતા જેમણે ગઠબંધન સરકારને સ્થાયી કરી અને સફળતાપૂર્વક સંચાલિત પણ કરી.
અટલજી પહેલા વિદેશ મંત્રી હતા જેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હિન્દીમાં ભાષણ કરીને ભારતને ગૌરવાન્વિત કર્યુ હતુ.

English summary
Atal Bihari Vajpayee: Biography, History and unknown facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X