For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ બ્લાસ્ટના વોન્ટેડ પર 10 લાખનું ઇનામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

indian-mujahideen
મુંબઇ, 12 ફેબ્રુઆરી: મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડીએ ઇન્ડિયન મુજાહિદ્દીન (આઇએમ) પ્રમુખ યાસીન ભટકલ અને તેના ત્રણ સહયોગીઓ સાથે સંકળાયેલી જાણકારી પુરી પાડનારાઓને દસ-દસ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. આતંકવાદ વિરોધી ટુકડીએ યાસીન ભટકલ અને તેના સહયોગીના તાજેતરના ફોટા અને તેમના સરનામા તથા શારિરીક રંગરૂપ અંગે જાણકારી આપી છે.

એટીએસ પ્રમુખ રાકેશ મારિયાએ કહ્યું હતું કે મોહંમદ સિદ્ધબપ્પા ઉર્ફ યાસીન ભટકલ (30 વર્ષ) દાદર વિસ્ફોટનું કાવતરૂ ઘડનાર તહાસિન અખ્તર વાસિમ અખ્તર શેખ (23 વર્ષ), અસાદુલ્લા અખ્તર જાવેદ અખ્તર (26 વર્ષ) અને વકાસ ઉર્ફ અહમદ (26 વર્ષ)ની ધરપકડ કરવા માટે જાણકારી આપનાર વ્યક્તિને 10-10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે.

13 જુલાઇ 2011ના રોજ મુંબઇમાં વિભિન્ન સ્થળો પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં આ ચારેયજણની કથિત રીતે સંડોવણી છે. આ વિસ્ફોટમાં 27 લોકોના મોત નિપજ્યાં હતા અને 130 લોકોને ઇજા પહોંચી હતી. એટીએસનું કહેવું છે કે તહસીને દાદરમાં બોમ્બ લગાવ્યા હતા. અમદાવાદ, સુરત, બેંગ્લોર, દિલ્હી અને હૈદ્રાબાદ ધમાકામાં પણ એટીએસને યાસીન ભટકલ અને અસદુલ્લાની શોધ છે.

આ નંબરો પર સુચના આપો: જો કોઇ આરોપી અંગે કોઇ સંકેત મળે તો તેમની સુચના (022)23791619, 09619122222 તથા 08652012345 પર આપી શકો છો.

English summary
Maharashtra ATS announced a reward of Rs 10 lakh each to anyone giving information on elusive Indian Mujahideen's chief Yasin Bhatkal and his 3 aides allegedly involved in several terror cases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X