મેઘાલય CMO પર હુમલો હતો સુનિયોજિત, ભીડના નીશાને પર હતા મુખ્યમંત્રી કોનરાડ સંગમા, DGP નો ખુલાસો
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફીસમાં સોમવારે થયેલા હુમાલા પર મેઘાલયના ડીજીપી એલઆર બિશ્નોઇએ મંગળવારે મોટો ખુલાસો કર્યો હતો. બિશ્નોઇએ કહ્યુ કે, 24 જુલાઇએ સીએમઓ તુરામાં અચિક નેતાઓ સાથે સીએમની બેઠક પર હુમલો પૂર્વ નિયોજીત હતો. અને એક સાજીશ અનુસાર કરવાામાં આવ્યો છે.

ડીજીપીએ કહ્યુ કે, 26 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. 22 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી રિચર્ડ મરાકને પોલીસે હિસા ભડકાવાના આરોપમાં ધરપકડ કરી છે. 24 જુલાઇની સાંજે 18 અન્યની ધરપકડ કરવામાં આવી છે. હિંસા પૈદા કરવામાં શામીલ વ્યક્તિઓ કે સમુહોની ઓળખ કરી લેવામાં આવી છે. અને જલ્દી તે લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે. વધારેમાં કાવતરુ કરનારની ધરપકડ કરવા અને પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ડીજીપી અનુસાર લોકોને ભડકાવા માટે રવિવારે લોકોને દારુ વહેચવામાં આવી હતી. અમુક જગ્યાએ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઇએ કે, સોમવારે હૂમલા બાદ મંગળવારે તુરામાં પુરી શાંતિ હતી. સીએમ કોનરાડ સંગમા અે નાગરિક સમાજ અને સમુહોના નેતાઓએ આ હુમાલથી આશ્ચ્રર્ય વ્યક્ત કર્યુ હતુ. કેમ કે જે લોકોએ હુમલો કર્યો હતો તે લોકો તેમના સંગઠના નહોતા. આ પહેલો સંકેત હતો કે, ભીડ બહારથી આવી હતી .












Click it and Unblock the Notifications
