વડાપ્રધાન હુમલો કરીને પાક.ને સબક શીખવાડે: ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ જણાવ્યું, કે 2003 બાદથી આ ખૂબ જ મોટી ઘટના છે. પાકિસ્તાને ભારતીય વિસ્તારમાં 25 હુમલા કર્યા, પરંતુ આપણે કોઇ ફુસ્સ ફટાકડાની જેમ ચુપચાપ બેસેલા છીએ. શિવસેના પ્રમુખે જણાવ્યું કે પડોશી દેશની સાથે વધુ વાર્તા અને બેઠકો કરવી વ્યર્થ છે.
તેમણે જણાવ્યું કે ભારતે સચિવ સ્તરની વાર્તા રદ કર્યા બાદ નારાજગી જાહેર કરી દીધી છે, પરંતુ આટલું જ પુરતુ નથી. હવે આપણે તેમની સરહદમાં ઘુસીને તેમને સબક શીખવાડવો જોઇએ.
રક્ષા મંત્રી અરૂણ જેટલીએ પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવાનું આશ્વાસન આપ્યું છે અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહએ સીમા સુરક્ષા દળ પાસે જવાબી કાર્યવાહી શરૂ કરવા માટે કહ્યું છે છે. ઠાકરેએ જણાવ્યું કે હવે દેશ એ અપેક્ષા કરી રહ્યો છે કે પાકિસ્તાનની પૂંછમાં આગ લગાવીને રાખ કરી દેવામાં આવે. મોડું ના કરો, તેમને બતાવી દો કે આ એક મજબૂત રાષ્ટ્ર છે. ભારતની જનતાની સામે સાબિત કરો કે એક સશક્ત સરકારે સત્તા સંભાળી છે, અમારી કેન્દ્રને આ જ ભલામણ છે.












Click it and Unblock the Notifications
