For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યાઃ ફેસલાવાળા દિવસે 183 લોકો નજરકેદ રહેશે, પ્રશાસને આ તૈયારી કરી

અયોધ્યાઃ ફેસલાવાળા દિવસે 183 લોકો નજરકેદ રહેશે, પ્રશાસને આ તૈયારી કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી પૂરી થયા બાદ દેશને હવે ફેસલાનો ઈંતેજાર છે. બંને પક્ષોએ લોકોને અપીલ કરી છે કે તેઓ સુપ્રીમ કોર્ટનો જે કોઈપણ ફેસલો હોય તેનો સ્વીકાર કરે અને દેશમાં શાંતિ બની રહે. ફેસલો આવતા પહેલા સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને આ મામલે સરકાર તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે દિવસે ફેસલો આવશે તે દિવસે બસપાના પૂર્વ ધારાસભ્ય યોગેશ વર્મા સહિત 183 લોકોને નજરબંધ કરી દેવામાં આવશે.

તમામ 183 લોકો હિંસાના આરોપી છે

તમામ 183 લોકો હિંસાના આરોપી છે

જણાવી દઈએ કે આ ફેસલો દેશમાં કોઈપણ પ્રકારની હિંસા ન ફેલાવવા દેવા માટે લેવામાં આવ્યો છે, બસપાના પૂર્વ ધારાસભ્ય યોગેશ વર્મા એપ્રિલ 2018માં ભારત બંધ દરમિયાન મેરઠ હિંસા ફેલાવવાના આરોપી છે. જણાવી દઈએ કે દેશમાં અત્યાર સધી થયેલ હિંસાના જેટલા પણ આરોપી છે તેમાં તમામને નજરબંધ કરી દેવામાં આવશે, પોલીસ આ મામલે જૂની ફાઈલો ખંગાળી રહી છે અને અત્યાર સુધીમાં 183 લોકોના નામ નજરબંધોની લિસ્ટમાં સામેલ કરી ચૂકવામાં આવ્યાં છે. હિંસાના આરોપમાં સામેલ છે તેવા તમામ લોકો લિસ્ટમાં સામેલ છે.

ઈન્ટરનેટ બંધ રાખવા પર વિચાર

ઈન્ટરનેટ બંધ રાખવા પર વિચાર

હિંસાના આરોપી લોકોને નજરબંધ કરવા સિવાય પોલીસ અને પ્રશાસન ઈન્ટરનેટની સુવિધાને પણ થોડો સમય માટે બંધ કરવા પર વિચાર રહી છે. જ્યારે પોલીસ 10 હજાર વૉટ્સએપ ગ્રુપ પર પણ નજર રાખશે જમાં લોકો ભડકાઉ પોસ્ટ શેર અથવા વાયરલ કરી શકે છે. જ્યારે લોકોના ભડકાઉ નિવેદનો અને ટિપપણી પર પણ નજર રાખવામાં આવશે. એસએસપ અજય સાહનીએ જણાવ્યું કે વર્ષ 2018માં મેરઠમાં થયેલ હિંસાના આરોપી યોગેશ વર્માને પણ નજરબંધ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર ખાસ નજર

સોશિયલ મીડિયા પર ખાસ નજર

અજય સાહનીએ જણાવ્યું કે ફેસલો આવ્યા બાદ અને તેની પહેલા સોશિયલ મીડિયા પર થનાર પોસ્ટ પર પણ ખાસ નજર રાખવામાં આવશે. વિવાદિત વોટ્સએપ ગ્રુપના મેમ્બર્સને સર્વેલાંસ પર રાખી દેવામાં આવ્યા છે, આ ઉપરાંત સાઈબરની એડિશનલ ચાર ટીમ બનાવવામાં આવી છે જે માત્ર ભડકાઉ પોસ્ટ પર નજર રાખશે. આ ટીમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. અજય સાહનીએ કહ્યું કે અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ ઉપરાંત વિવાદિત ફોટો શેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Viedo: દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પર કમિશ્નર સામે નારા લાગ્યા- 'હમારા સીપી કૈસા હો, કિરણ બેદી જૈસા હો'Viedo: દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પર કમિશ્નર સામે નારા લાગ્યા- 'હમારા સીપી કૈસા હો, કિરણ બેદી જૈસા હો'

English summary
Ayodhya: 183 people will be detained on the verdict day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X