For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવાયા, ફેસબુક પોસ્ટમાં કહી આ વાત

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં એક મોટા સમાચાર આવ્યા છે. હવે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં એક મોટા સમાચાર આવ્યા છે. હવે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. રાજીવ ધવને આ વાત પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા જણાવી છે. તેણે આમાં કહ્યુ છે કે મને કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે કારણકે મારી તબિયત ઠીક નથી. આ બકવાસ છે. જમીયતનો એ હક છે કે મને કેસમાંથી હટાવી શકે છે પરંતુ જે કારણ આપવામાં આવ્યુ છે તે ખોટુ છે.

શું બોલ્યા રાજીવ?

શું બોલ્યા રાજીવ?

રાજીવ ધવને આ પોસ્ટમાં કહ્યુ છે કે બાબરી કેસના વકીલ (એડવોકેટ ઑન રેકોર્ડ) એજાજ મકબૂલે મને સસ્પેન્ડ કરી દીધા છે, જે જમીયતનો કેસ જોઈ રહ્યા છે. કોઈ ડિમોર વિના મને સસ્પેન્શનનો પત્ર મોકલવામાં આવ્યો છે.

મુસ્લિમ પાર્ટીઓનો પક્ષ રાખ્યો હતો

મુસ્લિમ પાર્ટીઓનો પક્ષ રાખ્યો હતો

રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં સુન્ની વકફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પાર્ટીઓનો પક્ષ રાખ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે હવે તે આ કેસમાં શામેલ નહિ થાય. મને જણાવવામાં આવ્યુ છે કે મદનીએ મારા સસ્પેન્શ વિશે કહ્યુ છે. મારી તબિયતનો હવાલો આપીને મને હટાવવામાં આવ્યો છે કે જે એકદમ બકવાસ વાત છે.

આ પણ વાંચોઃ હૈદરાબાદઃમહિલા ડૉક્ટરનો તેની બહેનને છેલ્લો કૉલ, 'મારી સાથે વાત કરતી રહે, મને ડર લાગે છે..'આ પણ વાંચોઃ હૈદરાબાદઃમહિલા ડૉક્ટરનો તેની બહેનને છેલ્લો કૉલ, 'મારી સાથે વાત કરતી રહે, મને ડર લાગે છે..'

શું હતો ચુકાદો?

શું હતો ચુકાદો?

નવ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે રામલલ્લા વિરાજમાનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવીને સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યા હતા. કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને અતાર્કિક ગણાવી દીધા. કોર્ટે કહ્યુ કે સુન્ની વકફ બોર્ડને બીજે ક્યાંય 5 એકર જમીન આપવામાં આવે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે. આમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

English summary
ayodhya case: advocate rajeev dhawan sacked by muslim parties, said in facebook jamiat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X