For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ત્રણ લોકો પર છે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની મોટી જવાબદારી

આ ત્રણ લોકો પર છે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની મોટી જવાબદારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ, આ દરમિયાન અરજદારે અદાલતમાં કહ્યું કે મધ્યસ્થતા કામ નથી કરી રહી, એવામાં સુપ્રીમ કોર્ટે જ ફેસલો સંભળાવવો જોઈએ. આ મામલે સુનાવણી કરતા કોર્ટે મધ્યસ્થતા કમિટી પાસેથી રિપોર્ટ માંગ્યો છે, હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી 25 જુલાઈએ સુનાવણી થશે.

ત્રણ સભ્યોની પેનલની રચના કરી હતી

ત્રણ સભ્યોની પેનલની રચના કરી હતી

પાછલા વર્ષે માર્ચમાં અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટો ફેસલો સંભળાવતા મધ્યસ્થતા દ્વારા સમાધાન કરવા કહ્યું હતું. દેશની સર્વોચ્ચ અદાલતે આના માટે રિટાયર્ડ જસ્ટિસ ખલીફુલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પેનલની રચના કરી. આ પેનલમાં જસ્ટિસ ખલીફુલ્લા ઉપરાંત આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને શ્રીરામ પંચુ પણ સામેલ છે. પેનલમાં સામેલ ત્રણેય સભ્યો તમિલનાડુથી છે.

પૂર્વ જસ્ટિસ એફએમ ઈબ્રાહિમ ખલીફુલ્લા

પૂર્વ જસ્ટિસ એફએમ ઈબ્રાહિમ ખલીફુલ્લા

પૂર્વ જસ્ટિસ એફએમ ઈબ્રાહિમ ખલીફુલ્લા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ છે. તેમનો જન્મ 23 જુલાઈ 1951ના રોજ તમિલનાડુમાં થયો હતો. તેમણે વર્ષ 1975માં વકીલ તરીકે ચેન્નઈમાં પોતાના કરિયરની શરૂઆત કરી. વર્ષ 2000માં તેમને મદ્રાસ હાઈ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા. જે બાદ વર્ષ 2011માં તેમને જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા. 2 એપ્રિલ 2012ના રોજ ખલીફુલ્લાને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 2016માં તેઓ રિટાયર થઈ ગયા. અયોધ્યા મામલાની મધ્યસ્થતા માટે સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ ખલીફુલ્લાની અધ્યક્ષતામાં જ ત્રણ સભ્યોની પેનલની રચના કરી હતી.

શ્રીશ્રી રવિશંકર

શ્રીશ્રી રવિશંકર

આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર આધ્યાત્મિક ગુરુ છે. દુનિયાભરમાં તેમની ઓળખ છે. તેમનો જન્મ 23 મે 1956ના રોજ થયો. તેમના પિતાનું નામ વેંકટ રત્ન હતું જે ભાષાવિદ્ હતા. 1982માં રવિશંકરે આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનની સ્થાપના કરી. સુપ્રીમ કોર્ટે શ્રીશ્રી રવિશંકરને પણ આ મામલે મધ્યસ્થી બનાવ્યા હતા. જેની મદદથી તેઓ લોકોમાં આત્મવિશ્વાસ ભરે છે. પોતાની સંસ્થાની મદદથી તેમણે 67887 બાળકોના અભ્યાસ માટે 618 સ્કૂલ ખોલાવી છે જેમાં મોટાભાગની સ્કૂલ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં છે. આર્ટ ઑફ લિવિંગની મદદથી કેટલાય હોસ્પિટલ ચલાવવામાં આવે છે.

અયોધ્યા વિવાદઃ SCએ મધ્યસ્થતા પેનલ પાસેથી રિપોર્ટ માંગ્યો, 25 જુલાઈએ આગામી સુનાવણી અયોધ્યા વિવાદઃ SCએ મધ્યસ્થતા પેનલ પાસેથી રિપોર્ટ માંગ્યો, 25 જુલાઈએ આગામી સુનાવણી

શ્રીરામ પંચૂ

શ્રીરામ પંચૂ

અયોધ્યા વિવાદમાં મધ્યસ્થા માટે સુપ્રીમ કોર્ટ તરફથી રચાયેલ પેનલમાં વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂને પણ નિયુક્ત કરવામાં આવ્યા. શ્રીરામ પંચૂ ચેન્નઈના રહેવાસી છે. તેઓ મદ્રાસ હાઈ કોર્ટના વકીલ હોવાની સાથેસાથ જાણીતા મીડિયેટર છે. શ્રીરામ પંચૂએ 'ધી મેડિએશન ચેમ્બર્સ'ના નામે એક સમિતિ બનાવી છે, જેના દ્વારા તેઓ મધ્યસ્થતામાં સામેલ થાય છે. ભારતીય મધ્યસ્થના સંઘના અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા સંસ્થાન બોર્ડના નિદેશક રહી ચૂક્યા છે. પંચૂએ મધ્યસ્થતાને ભારતની કાનૂની પ્રણાલીનો ભાગ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમણે 2005માં ભારતનું પહેલું મધ્યસ્થતા કેન્દ્ર સ્થાપિત કર્યું.

English summary
ayodhya case: detailed information about 3 members of mediator panel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X