60 સેકન્ડની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે શું-શું કહ્યુ?
દેશના રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહેલ અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ફરીથી એકવાર ટળી ગઈ છે.
દેશના રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહેલ અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ફરીથી એકવાર ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે સુનાવણી શરૂ થતા પહેલા ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ અદાલતે માત્ર 60 સેકન્ડમાં આન સુનાવણી કરીને 10 જાન્યુઆરી સુધી આગામી તારીખ નક્કી કરી દીધી. સાથે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ મામલે આગામી સુનાવણી ત્રણ જજોની બેંચ કરશે. અયોધ્યાની વિવાદિત જમીન પર માલિકી હક અંગે આ મામલો ઘણી સમયથી કોર્ટમાં વિલંબમાં છે.

60 સેકન્ડ સુધી થઈ સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યા વિવાદ પર સીજેઆઈ રંજન ગોગોઈ અને એસ કે કોલની બેંચે સુનાવણી કરી. આ કેસની સુનાવણી માત્ર 60 સેકન્ડ જ ચાલી. ત્યારબાદ 10 તારીખ સુધી સુનાવણી ટાળી દેવામાં આવી. 10 જાન્યુઆરીએ થનારી સુનાવણી ત્રણ જજોની બેંચ કરશે જેના વિશે ચુકાદો બાદમાં કરવામાં આવશે.

10 જાન્યુઆરીએ બેંચ નક્કી કરશે નવી રૂપરેખા
કોર્ટે કહ્યુ કે 10 જાન્યુઆરીએ બેંચ આ કેસની રૂપરેખા નક્કી કરશે. વળી, નક્કી કરશે કે આ કેસની સુનાવણી રોજ થવી જોઈએ કે નહિ. 60 સેકન્ડ સુધી ચાલેલી સુનાવણીમાં કોઈ પણ પક્ષે પોતાની કોઈ પણ દલીલ રજૂ કરી નહિ. સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદની રોજિંદી સુનાવણીની માંગ કરતી વકીલ હરિનાથની અરજી ફગાવી દીધી.

રોજિંદી સુનાવણી થશે કે નહિ, નવી બેંચ કરશે નક્કી
કોર્ટ દ્વારા સુનાવણી માટે નવી તારીખ મળવા પર મહંત પરમહંસ દાસે કહ્ય છે કે અદાલત આ મામલે ગંભીર છે અને આશા છે કે હવે આના પર સુનાવણી સારી રીતે થશે. જ્યારે આ મામલે ઈકબાલ અન્સારીએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટના વલણથી તે સંતુષ્ટ છે અને જે પણ ચુકાદો અદાલતનો હશે તેમને માન્ય હશે. તમને જણાવી દઈએ કે આરએસએસ અને વિહિપ નેતા સતત સંસદમાં કાયદો લાવીને મંદિર બનાવવાની માંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
