For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં માન્યુ રામ ચબૂતરો ભગવાન રામનુ જન્મસ્થળ

મુસ્લિમ પક્ષે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરી રહેલી પાંચ સભ્યોની બંધારણીય પીઠ સામે માન્યુ કે અયોધ્યા વિવાદિત સ્થળ પર બનેલ રામ ચબૂતરો ભગવાન રામનુ જન્મસ્થળ છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામમંદિર જન્મભૂમિ વિવાદ કેસની મંગળવારે 30માં દિવસે સુનાવણી થઈ. મુસ્લિમ પક્ષના વકીલોની દલીલો વચ્ચે એક રોમાંચક વળાંક આવ્યો. જ્યારે અયોધ્યા રામ જન્મભૂમિ પર મસ્જિદ હોવાનો દાવો કરીને આખી જમીન પર માલિકી હક માંગી રહેલા મુસ્લિમ પક્ષે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરી રહેલી પાંચ સભ્યોની બંધારણીય પીઠ સામે માન્યુ કે અયોધ્યા વિવાદિત સ્થળ પર બનેલ રામ ચબૂતરો ભગવાન રામનુ જન્મસ્થળ છે. કોર્ટ તરફથી પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યુ કે હા, તે સ્વીકાર કરે છે કે રામ ચબૂતરો રામનુ જન્મસ્થાન છે કારણકે ફૈઝાબાદની જિલ્લા અદાલત આ અંગે ચુકાદો આપી ચૂકી છે. એવામાં હવે તેમની પાસે આનાથી અલગ જવાનો વિકલ્પ નથી. હિંદુ બહાર રામ ચબૂતરા પર પૂજા કરતા હતા.

હિંદુઓ બહાર રામ ચબૂતરા પર પૂજા કરતા હતા

હિંદુઓ બહાર રામ ચબૂતરા પર પૂજા કરતા હતા

તેમણે કહ્યુ કે 1886માં આપેલા ચુકાદામાં અદાલતે કહ્યુ હતુ કે રામ ચબૂતરો હિંદુઓના કબ્જામાં છે અને તે તેને રામજન્મસ્થન માનીને ત્યાં પૂજા કરે છે. જો કે અદાલતે હિંદુઓને ત્યાં માલિકી હક નહોતો આપ્યો. જિલાનીએ કહ્યુપરંતુ અંદરના ભાગમાં કેન્દ્રીય ગુંબજની નીચે હિંદુઓના પૂજા કરવાનો કોઈ પુરાવો નથી. હિંદુ બહાર રામ ચબૂતરા પર પૂજા કરતા હતા. રામ ચબૂતરાને જન્મસ્થળ માનવા વિશે સીધો સવાલ પૂછવા ઉપરાંત કોર્ટે વિવાદતિ સ્થળ પર બાબર દ્વારા બનાવવાં આવેલી મસ્જિદ હોવાનો દાવોકરી રહેલા મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીને તેમની જ દલીલોને કાપતા ઘણા સવાલ પૂછ્યા. તમને જણાવી દઈએ કે ચર્ચા બુધવારે પણ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા ઐતિહાસિક કેસની સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની પાંચ સભ્યોની ખંડપીઠે ગયા અઠવાડિયે આ કેસની 18 ઓક્ટોબર સુધી દલીલો પૂરી કરવાની સમય સીમા નક્કી કરી દીધી. આ વિવાદની સુનાવણી કરી રહેલી પીઠમાં ન્યાયમૂર્તિ ગોગોઈ ઉપરાંત જજ એસ એ બોબડે, જજ ડી વાય ચંદ્રચૂડ, જજ અશોક ભૂષણ અને જજ અબ્દુલ નઝીર શામેલ છે.

આઈને અકબરીમાં ત્યાં મસ્જિદ હોવાનો ઉલ્લેખ નથી

આઈને અકબરીમાં ત્યાં મસ્જિદ હોવાનો ઉલ્લેખ નથી

મંગળવારે કોર્ટે બે વાર જિલાનીને રામ ચબૂતરાને જન્મસ્થળ સ્વીકાર કરવા વિશે સવાલ પૂછ્યો. કોર્ટે કહ્યુ કે તમે એ માનો છો કે રામનો જન્મ અયોધ્યામાં થયો હતો? તો જિલાનીએ કહ્યુ કે હા. કોર્ટે કહ્યુ કે શું તમે એ પણ સ્વીકારો છો કે રામ ચબૂતરો જન્મસ્થાન છે. જિલાનીએ ફરીથી સ્વીકાર કરીને નીચલી અદાલતના ચુકાદાનો હવાલો આપ્યો. કોર્ટે એ પણ પૂછ્યુ કે તમે આ ચુકાદા સામે અપીલ દાખલ ન કરી તો જિલાનીએ કહ્યુ કે તેમણે આ અપીલમાં આખી જમીન પર દાવો કર્યો છે.

આ પણ વાંચોઃ સ્વચ્છ ભારત અભિયાન માટે પીએમ મોદીને મળ્યો ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડઆ પણ વાંચોઃ સ્વચ્છ ભારત અભિયાન માટે પીએમ મોદીને મળ્યો ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ

આઈને અકબરીમાં ત્યાં મસ્જિદ હોવાનો ઉલ્લેખ નથી તો શું મસ્જિદ નહોતી

આઈને અકબરીમાં ત્યાં મસ્જિદ હોવાનો ઉલ્લેખ નથી તો શું મસ્જિદ નહોતી

જિલાનીએ આઈને અકબરીને ભારતનો જ્ઞાનકોશ ગણાવતા કહ્યુ કે આમાં દરેક મહત્વપૂર્ણ વસ્તુનો ઉલ્લેખ છે. અહીં સુધી કે બનારસમાં મંદિર તોડવાનો પણ ઉલ્લેખ છે પરંતુ આમાં અયોધ્યામાં જન્મસ્થળ કે મંદિર હોવાનો ઉલ્લેખ નથી તો જસ્ટીસ એસ એ બોબડેએ સવાલ કર્યો કે શું આમાં ત્યાં મસ્જિદ હોવાનો ઉલ્લેખ છે. જિલાનીએ કહ્યુ ના. અયોધ્યામાં ઘણી બધી મસ્જિદો હતા આમાં માત્ર મહત્વપૂર્ણ વસ્તુઓનો ઉલ્લેખ છે.

ત્યાં મંદિર તોડીને બાબરે મસ્જિદ બનાવી હતી

ત્યાં મંદિર તોડીને બાબરે મસ્જિદ બનાવી હતી

જસ્ટીસ બોબડેએ કહ્યુ કે મીર બાકી બાબરનો કમાંડર હતો તેના દ્વારા બનાવવામાં આવેલી મસ્જિદ મહત્વપૂર્ણ નહોતી. તેમણે આગળ કહ્યુ કે શું આનો અર્થ એ ન નીકળી શકે કે ત્યાં મસ્જિદ નહોતી. જિલાનીએ કહ્યુ કે હિંદુ પક્ષે પોતાના કેસમાં પોતે કહ્યુ છે કે બાબરના આદેશ પર મીર બાકીએ ત્યાં મસ્જિદ બનાવડાવી હતી. બોબડેએ કહ્યુ કે તે ખોટા પણ હોઈ શકે છે. ત્યારે જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુકે તેમણે ગેઝેટિયરના આધારે કહ્યુ છે કે ત્યાં મંદિર તોડીને બાબરે મસ્જિદ બનાવડાવી હતી. જ્યારે જિલાનીએ આઈને અકબરીમાં જન્મસ્થાનનો ઉલ્લેખ ન હોવાની દલીલ કરી તો જસ્ટીસ અશોક ભૂષણે કહ્યુ કે સ્કંધ પુરાણ તો તેનાથી જૂનુ છે. તેમાં તો જન્મસ્થળની નિશ્ચિત જગ્યા બતાવવામાં આવી છે. જિલાનીએ કહ્યુ કે સ્કંધ પુરાણ 1800 સદીનુ છે ત્યાપરે જસ્ટીસ ભૂષણે કહ્યુ કે સાક્ષીનુ નિવેદન છે કે સ્કંધ પુરાણ છઠ્ઠી સદીમાં લખવામાં આવ્યુ.

English summary
The Muslim side admitted in the Supreme Court on Tuesday that the Ram Chabutara built at the disputed site in Ayodhya is the birthplace of Lord Ram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X