અયોધ્યા વિવાદઃ સુપ્રીમ કોર્ટે 5 માર્ચ સુધી ટાળી સુનાવણી
અયોધ્યા વિવાદઃ સુપ્રીમ કોર્ટે 5 માર્ચ સુધી ટાળી સુનાવણી
નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટ પોતાની દેખરેખમાં મધ્યસ્થતા દ્વારા સમજૂતી ઈચ્છે છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન કહ્યું કે મધ્યસ્થીના વિકલ્પોને આઠ અઠવાડિયામાં ચકાશે, જે પૂરી રીતે ગોપનીય હોય અને તેના પર મીડિયામાં ડિબેટ ન થાય. સુપ્રીમ કોર્ટ પાંચ માર્ચે મધ્યસ્થીને લઈ આદેશ જાહેર કરશે કે તે શક્ય છે કે નહિ. સુપ્રીમ કો્ટે અનુવાદની તપાસ માટે આઠ અઠવાડિયાનો સમય આપ્યો છે. આઠ અઠવાડિયા બાદ આ મામલાની સુનાવણી થશે.

બીજી બાજુ હિંદુ પક્ષકારોએ મધ્યસ્થી દ્વારા સમજૂતીનો વિરોધ કર્યો છે. કહ્યું કે પહેલા પણ શંકરાચાર્ય કોશિશ કરી ચૂક્યા છે, પરંતુ વાત ન બની શકી. જ્યારે મુસ્લિમ પક્ષોએ કહ્યું કે તેઓ જનહિતમાં આના માટે તૈયાર છે. અયોધ્યા રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે પાંચ જજોની સંવિધાન પીઠની સુનાવણી કરી. સુનાવણી કરતી સંવિધાન પીઠમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નજીર છે.
કેસમાં સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલનો રિપોર્ટ દાખલ થયો. સ્ટેટસ રિપોર્ટ પર ચાર રજિસ્ટ્રારના હસ્તાક્ષર છે. રિપોર્ટમાં અનુવાદ કરવામાં આવેલ દસ્તાવેજોનો અહેવાલ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે અનુવાદનું કામ કરી લીધું છે. જેના પર કોઈને પણ વાંધો ન હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટ તમામ પક્ષોને પૂછ્યું કે શું ઉત્તર પ્રદેશ સરકારના અનુવાદ પર કોઈને કાંઈ વાંધો તો નથીને?
આ પણ વાંચો- સર્જીકલ સ્ટ્રાઈક 2: આતંકવાદી કેમ્પો પર ભારતીય એર સ્ટ્રાઈકની શું અસર થવાની છે?












Click it and Unblock the Notifications
