For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે મેનકા ગાંધી અને આઝમ ખાનના પ્રચાર કરવા પર EC એ પ્રતિબંધ લગાવ્યો

ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાનને કાલ સવારથી 72 કલાક માટે પ્રચાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જયારે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રીમો માયાવતી તેમના ભડકાઉ ભાષણોને કારણે પ્રતિબંધિત કર્યા પછી હવે ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાનને કાલ સવારથી 72 કલાક માટે પ્રચાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જયારે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ બંને નેતાઓ કોઈ પણ પ્રકારની ચૂંટણી રેલી અથવા ચૂંટણી પ્રચારમાં ભાગ નહીં લઇ શકે.

આ પણ વાંચો: યુપીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે આ રીતે બિછાવી માયાજાળ

જયાપ્રદા માટે અભદ્ર ટિપ્પણી

જયાપ્રદા માટે અભદ્ર ટિપ્પણી

આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચે આઝમ ખાન ઘ્વારા રામપુરમાં ભાજપા ઉમેદવાર જયાપ્રદા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને કારણે પ્રતિબંધ લગાવ્યો છે. આઝમ ખાને ભાજપા ઉમેદવાર જયાપ્રદા માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. ચૂંટણી પંચે તપાસમાં જોયું કે રામપુરથી સપા ઉમેદવાર આઝમ ખાને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આઝમ ખાને લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે અધિકારીઓથી ડરવાની જરૂર નથી.

માટે મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

બીજી બાજુ મેનકા ગાંધી પર પણ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. મેનકા ગાંધીએ સુલ્તાનપુરમાં આયોજિત કરવામાં આવેલી એક રેલીમાં મુસ્લિમ સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે ચૂંટણી તો હું જીતી રહી છું, તમે પણ વોટ આપજો, નહીં તો જયારે કામ કરાવવા આવશો ત્યારે જોઈ લેજો. આ બધા નિવેદનને કારણે ચૂંટણી પંચે આખરે સખત વલણ અપનાવતા એક નિર્ધારિત સમય માટે મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

અમને પણ બજરંગબલી પર વિશ્વાસ

જયારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક રેલીને સંબોધન કરતા કહ્યું કે જો કોંગ્રેસ, સપા અને બસપાને અલી પર વિશ્વાસ છે કે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. યોગી આદિત્યનાથે આ નિવેદન માયાવતીના નિવેદન પર આપ્યું હતું જેમાં માયાવતીએ એક રેલીને સંબોધન દરમિયાન મુસલમાનોને સપા-બસપા ગઠબંધનને વોટ આપવાની માંગ કરી હતી.

English summary
Azam Khan Model Code of Conduct, Election Commission bars from campaigning for 72 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X