દુઆ કરું કે કોઇ યુવતી માયાવતી ના બને: આઝમ

આઝમ ખાને ગુરુવારે મેરઠમાં યુપી સરકારની યોજના 'પઢે બેટિયા, બઢે બેટિયા' અંતર્ગત વિદ્યાર્થિનીઓને ચેક આપવા પહોંચ્યા હતા. વિદ્યાર્થિનીઓને ચેક વહેંચ્યા બાદ તેમણે જ્યારે તેમનું ભાષણ શરૂ કર્યુ, તો તેમના નિશાના પર માયાવતી આવી ગઇ
તેમણે જણાવ્યું કે 'જ્યારે મહેનતુ લોકોના ખુન-પસીનાની કમાણીથી પત્થરોના હાથી બનાવવામાં આવે છે, ત્યારે ઇન્કલાબ આવે છે. ત્યારે બગાવત થાય છે, સરકાર બદલાય છે. જ્યારે જીવતા તાનાશાહો પત્થરોની પ્રતિમા બનાવડાવે છે અને તેને મૂર્તિ કહે છે ત્યારે ઇન્કલાબ આવે છે. પછી ભલે તે સદ્દામ હુસૈનનો ઇંકલાબ હોય કે પછી મોહતરમા માયાવતી સાહિબાનું. કોઇ કઇપણ બને પરંતુ અલ્લાહને દુઆ છે કે તે માયાવતી ના બને'
બીએસપીનો વળતો પ્રહાર
જોકે બહુજન સમાજવાદી પાર્ટી તરફથી પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે. બીએસપીના મહાસચિવ સ્વામી પ્રસાદ મોર્યએ આઝમ ખાનના નિવેદનની નિંદા કરી છે અને સાથે સાથે પરોક્ષરીતે તેમને કૂતરા પણ કહી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે હાથી રસ્તા પરથી પસાર થાય છે ત્યારે કૂતરા ભસ્યા કરે છે.












Click it and Unblock the Notifications
