For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથ પર ચૂંબન કરીને કોરોનાનો ઈલાજ કરતા બાબાનું કોરોનાથી મોત, 29 ભક્તોને સંક્રમિત કર્યા

હાથ પર ચૂંબન કરીને કોરોનાનો ઈલાજ કરતા બાબાનું કોરોનાથી મોત, 29 ભક્તોને સંક્રમિત કર્યા

|
Google Oneindia Gujarati News

રતલામઃ આખી દુનિયા કોરોના વાયરસનો ઇલાજ શોધવામાં વ્યસ્ત છે ત્યારે મધ્ય પ્રદેશના એક બાબા દાવો કરતા હતા કે તેઓ જે કોઈપના પણ હાથ પર ચુંબન કરી લે તેનું કોરોના વાયરસ કંઈ બગાડી નથી શકતો. પરંતુ હવે ખુદ આ બાબા જ કોરોના વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે અને કોરોનાને કારણે તેમનું મૃત્યુ થયું. એટલું જ નહિ જતાં- જતાં આ ઢોંગી બાબા પોતાના 29 ભક્તોને પણ કોરોના વાયરસનું સંક્રમણ આપી ગયા.

રતલામમાં રહે છે આ બાબા

રતલામમાં રહે છે આ બાબા

સમગ્ર મામલો રતલામના નયાપુરાનો છે. અહીં રહેતા બાબા અનવર શાહ ઝાડ ફૂંકથી કોરોના ઠીક કરવાનો દાવો કરતા હતા. ખુદ બાબા અનવર શાહ 4 જૂને કોરોનાથી મૃત્યુ પામ્યા. રતલામ પ્રશાસને જ્યારે બાબાની કોન્ટેક્ટ હિસ્ટ્રી ચકાશી તો કેટલાય લોકોના નામ સામે આવ્યાં જેઓ સતત બાબાના સંપર્કમા હતા.

રતલામમાં કોરોનાના 85 કેસ

રતલામમાં કોરોનાના 85 કેસ

આ યાદીમાં કેટલાય વ્હાઈટ કોલર લોકો પણ સામેલ છે, જેઓની મુશ્કેલી હવે વધી ગઈ છે. બાબાએ 21થી વધુ ભક્તોને સંક્રમિત કર્યા. પ્રશાસને તરત સાવચેતી વરતતા ઝાડ ફૂંક કરનાર બે ડઝનથી વધુ બાબાઓને તરત ક્વોરેન્ટાઇન કરી લીધા છે. જણાવી દઈએ કે રતલામમાં કોરોનાના સંક્રમણનો આંકડો વધીને 85 સુધી પહોંચી ગયો છે. આમાં મોટી સંખ્યા ઝાડ-ફૂંક કરતા આવા બાબાઓના ભક્તોની છે. આ આંકડો હવે વધવાની આશંકા છે. એવામાં સિટી એસડીએમ લક્ષ્મી ગામડે જનતાને આવા બાબાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

ઝાડ ફૂંકી પાણી પીવડાવતા હતા

ઝાડ ફૂંકી પાણી પીવડાવતા હતા

62 વર્ષીય અનવર શાહ ઝાડ ફૂંકી ઈલાજ અને તમામ સમસ્યાનું સમાધાનનો દાવો કરતા હતા. તેઓ પતાના ભક્તોને ફૂંકીને પાણી પીવડાવતા હતા અને ભક્તો તેમના હાથ પર ચુંબન કરતા હતા. બાબા ખુદ ક્યારે અને કેવી રીતે સંક્રમિત થઈ ગયા કોઈને ખબર ના પડી. તેમની સાથોસાથ 29 ભક્તોમાં પણ કોરોના વાયરસ ફેલાઈ ગયો.

પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ, સીઝફાયર તોડવા પર ભારતીય સેનાએ પાકિસ્તાનની 10 ચોકી ઉડાવીપાકિસ્તાનને ઝડબાતોડ જવાબ, સીઝફાયર તોડવા પર ભારતીય સેનાએ પાકિસ્તાનની 10 ચોકી ઉડાવી

English summary
baba claiming to treat corona patient died due to coronavirus in ratlam, spread corona in 29 others
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X