હરિદ્વારથી ચૂંટણી લડશે યોગ ગુરુ બાબા રામદેવ!

બાબા રામદેવ એવું ઇચ્છે છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી તેમના પાંચ 'શિષ્યો'ને ભાજપા ટિકીટ આપે. ખાસ કરીને રામદેવના ખાસ અને આર્ય સમાજ સાથે જોડાયેલા સ્વામી ઓમવેશે તો બિજનૌરથી તૈયારી પણ શરૂ કરી દીધી છે. તેઓ લોકદળથી વિધાયક પણ રહી ચૂક્યા છે.
એમના ઉપરાંત રામદેવ મુઝફ્ફરનગર અને સહારનપુર સહીત જાટ બહુલ જિલ્લામાં ઓછામાં ઓછી પાંચ બેઠકો ઇચ્છે છે. હરિદ્વાર સ્થિત પોતાના પતંજલિ યોગપીઠથી બાબા પશ્ચિમી યુપીના જિલ્લા ખાસ કરીને જાટ સમાજની વચ્ચે પોતના યોગ કેન્દ્ર અને ઉત્પાદનો સાથે જોડાયેલ નેટવર્ક થકી પણ રાજકીય જનાધાર બનાવવામાં સફળ થઇ ચૂક્યા છે. કોંગ્રેસની સાથે બાબા રામદેવના બગડેલા સંબંધોનો ભાજપા પણ આગામી લોકસભામાં લાભ ખાટવા માંગે છે.












Click it and Unblock the Notifications
