For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબાની બાજુમાં બેઠો એટલે મળી ગઇ ટિકિટ: બાબુલ સુપ્રિયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 જૂન: પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ એવું લખ્યું છે કે જેના દ્વારા તેમની પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. તેમણે જણાવ્યું કે બાબા રામદેવની ભલામણના કારણે ટિકિટ મળી હતી.

જાણીતા ગાયકે બંગાળી અખબાર આનંદ બાજાર પત્રિકામાં એક લેખ લખ્યો છે, જેનો પહેલો ભાગ પ્રકાશિત થઇ ચૂક્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 28 ફેબ્રુઆરીના રોજ એક ફ્લાઇટમાં બાબા રામદેવની બાજુમાં બેઠા હતા. રામદેવ કોઇની સાથે ચૂંટણીની ટિકિટની જ ચર્ચા કરી રહ્યા હતા.

સુપ્રિયોનો દાવો છે કે રામદેવની વાતચીત સાંભળીને તેમણે મજાકમાં યોગગુરુને કહ્યું કે 'બાબા મને પણ ટિકિટ જોઇએ છે. જો આપ મને ટિકિટ નહીં અપાવો તો હું મીડિયાને જણાવી દઇશ કે આપ લોકોને કેવી રીતે ટિકિટ વહેંચો છો.'

સુપ્રિયોએ તેના લેખમાં શું લખ્યું છે આગળ વાંચો સ્લાઇડરમાં...

રામદેવ થોડા ચોંકી ગયા

રામદેવ થોડા ચોંકી ગયા

સુપ્રિયો અનુસાર, રામદેવ થોડા ચોંકી ગયા. પરંતુ તેમણે પોતાની સેક્રેટરીને બાબુલનો નંબર લેવાનું કહ્યું. બાબુલે જણાવ્યું કે 1 માર્ચના રોજ તેમણે રાકેશ નામના એક શખ્સનો ફોન આવ્યો જે પોતાને આરએસએસનો પ્રચારક બતાવી રહ્યો હતો.

લિમિટ 70 લાખની છે, પણ..

લિમિટ 70 લાખની છે, પણ..

તેણે બાબુલને જણાવ્યું કે 'બાબાએ અમને આપના વિશે જણાવ્યું છે. આપ કેટલો ખર્ચ કરી શકશો? લિમિટ તો 70 લાખ છે, પરંતુ કેટલાંક લોકો તેના કરતા વધારે ખર્ચ કરે છે.' સુપ્રિયોએ લખ્યું છે કે તેમણે રાકેશને જણાવ્યું કે તેઓ ધન ખર્ચ નહીં કરી શકે. પરંતુ તેઓ એટલા માટે ચૂંટણી લડવા માગે છે કારણ કે તેઓ મોદીને પસંદ કરે છે.

રામદેવનો ફોન આવ્યો

રામદેવનો ફોન આવ્યો

બાબુલ અનુસાર, ત્રણ દિવસ બાદ તેમને રામદેવનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે તેમની ટિકિટ ફાઇનલ થઇ ગઇ છે. જ્યારે બાબુલે તેમને જણાવ્યું કે તેઓ જરૂરી ખર્ચ નહીં કરી શકે તો રામદેવે હંસીને કહ્યું કે 'તેની ચિંતા ભાજપ કરી લેશે. પરંતુ આપ વચન આપો કે આપ પવનમુક્ત આસન શીખશો.'

તમને આસનસોલથી લડવામાં કોઇ વાંધો

તમને આસનસોલથી લડવામાં કોઇ વાંધો

7 માર્ચના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાહુલ સિન્હાએ બાબુલ સુપ્રિયોને ફોન કર્યો અને પૂછ્યું કે શું તમને આસનસોલથી લડવામાં કોઇ વાંધો તો નથી ને. સુપ્રિયોએ પૂછ્યું કે આસનસોલ જ શા માટે. જવાબ મળ્યો કે આસનસોલ હિન્દી બેલ્ટ છે અને આપ હિન્દી સારી બોલી લો છો. સિન્હાએ જણાવ્યું કે જો મહેનત કરશો તો આપણે ત્યાંથી જીતી શકીએ છીએ.

લેખનો બીજો ભાગ રવિવારે

લેખનો બીજો ભાગ રવિવારે

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે આ પ્રકારની જાણકારી આપી છે. સિંગરે અખબારને જણાવ્યું છે કે તેમના લેખનો બીજો ભાગ રવિવારે છપાશે અને તે વધારે રસપ્રદ હશે.

English summary
Plane seat next to Ramdev took him to BJP ticket, says MP Supriyo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X