Badrinath Dham: શ્રદ્ધાલુઓ માટે ખુલી ગયા બદ્રીનાખ ધામના કપાટ
Kedarnath Dham: કેદારનાથ ધામના બાદ શ્રદ્ધાળુઓમાટે બદ્રીનાથ ધઆમના કપાટ પણ ખોલી દેવામાં આવ્યા છે. સેનાના બેન્ડના મધુર સંગીત સાથે આજે સવારે બદ્રીનાથ ધઆમના કપાટને ખોલી દેવામાં આવ્યા હતા.

કપાટ ખુલ્યા બાદ બદ્રીનાથ ધામના દર્શન માટે શ્રદ્ધાલુઓની લાઇન જોવા મળી રહી હતી. લોકો દર્શન ને લઇને ઘણા ઉત્સાહીત જોવા મળી રહ્યા હતા. જણાવી દઇએ કે, આ પહેલા બુધવારે કેદારનાથ ધામના કપાટેન શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા.
ભારે બરફવર્ષા અને જયકારા વચ્ચે બદ્રીનાથ ધામના કપાટને શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી પુજા અને આરતી પ્રધાનમંત્રીના નામે થઇ હતી. આ દરમિયાન આઇટીબીપીના બેન્ડ અને ગઢવાલ સ્કાાઉટ્સે પોતાની પ્રસ્તુતી આપી હતી.
બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા બાદ પહેલા શકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પણ મંદિર પહોચ્યા હતા મદિરને આજે 15 ટન ફુલોથી સણગાર કરવામાં આવ્યો છે. મંદિરની સજાવટ દરેકના મમને મોહી લે તેવી હતી.
એવી માન્યતા છે. કે 12 મહિના જે જગ્યાએ ભગવાન વિષ્ણુ વિરાજમાન થાય છે. તેને આઠ વૈકુંઠ ધામ કહેવામાં આવે છે. અને તેને જ બદ્રિનાથ ધામના નામે ઓળખવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ અંહિયા 6 મહિના વિશ્રામ કરે છે. જ્યારે 6 મહિના ભક્તોને દર્શન આવે છે.
બીજી અન્ય એક માન્યતા એવી પણ છે. 6 મહિના મનુષ્ય ભગવાન વિષ્ણુની પુજા કરે છે. જ્યારે 6 મહિના દેવા ભગવાન વિષ્ણુની પુજા કરે છે. ખુદ દેવર્ષિ નારદ આ દરમિયાન મુખ્ય પુજારીની ભૂમિકામાં હોય છે. બદ્રિનાથ ધામના કપાટ ખુલ્યા બાદ ઉતરાખંડમાં ચાર ધામની યાત્રાની શરુઆત થઇ ગઇ છે.












Click it and Unblock the Notifications
