For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બદરીનાથ-કેદારનાથના કપાટ આ દિવસે થશે બંધ, જાણો તારીખ અને સમય

વિજયાદશમીના પર્વ પર આજે બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ બંધ થવાની તિથિ અને સમય નક્કી કરવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

દહેરાદૂનઃ વિજયાદશમીના પર્વ પર આજે બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ બંધ થવાની તિથિ અને સમય નક્કી કરવામાં આવ્યો. ગંગોત્રી મંદિરના કપાટ અન્નકૂટના પાવન પર્વ પર 15 નવેમ્બરે બપોરે 12.15 વાગે શીતકાલ માટે બંધ કરવામાં આવશે. દશેરાના પાવન પર્વ પર મંદિર સમિતિની બેઠકમાં ગંગોત્રી મંદિરના કપાટ બંધ કરવાનુ મૂહૂર્ત નક્કી કરવામાં આવ્યુ. મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલ તેમજ સચિવ દીપક સેમવાલે જણાવ્યુ કે બપોરે 12.30 વાગે ગંગાની ડોલી મુખબા માટે રવાના થશે અને ભાઈબીજના પાવન પર્વ પર 16 નવેમ્બરે મુખબા સ્થિત ગંગા મંદિરમાં મા ગંગાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે. યમુનોત્રી ધામના કપાટ 16 નવેમ્બરે ભાઈબીજના પાવન પર્વ પર બપોરે સવાર બાર વાગે અભિજીત લગ્ન પર શીતકાલ માટે બંધ કરવામાં આવશે.

Badrinath

19 નવેમ્બરે બંધ થશે બદરીનાથ ધામના કપાટ

મંદિર સમિતિના પ્રવકતા બાગેશ્વર ઉનિયાલે જણાવ્યુ કે આ પહેલા મા યમુનાના પિયર ખરશાલી ગામથી શનિદેવની ડોલી સાડા સાત વાગે પોતાની બહેન યમુનાની ડોલીને લેવા યમુનોત્રી ધામ માટે રવાના થશે. બદરીનાથ ધામના કપાટ 19 નવેમ્બરે ત્રણ વાગીને 35 મિનિટે મેષ લગ્નમાં બંધ થશે. રવિવારે વિજયા દશમી પર્વ પર બદરીનાથ ધામમાં રાવલ ઈશ્વરી પ્રસાદ નંબુદરી, મુખ્ય કાર્યાધિકારી બીડી સિંહ, તીર્થયાત્રીઓ તેમજ હક-હકૂકધરીઓની હાજરીમં ધર્માંધિકારી ભુવનચંદ્ર ઉનિયાલે ધામના કપાટ કરવાની બંધ કરવાની તિથિ ઘોષિત કરી.

16 નવેમ્બરે બંધ થશે કેદારનાથ ધામના કપાટ

રાવલ(મુખ્ય પૂજારી) ઈશ્વરી પ્રસાદ નંબૂદરીએ તિથિ પર પોતાની સંમતિ આપી. વળી, કેદારનાથ ધામના કપાટ 16 નવેમ્બરે સવારે 5.30 વાગે વિધિ વિધાન સાથે બંધ થશે.

સુશાંત કેસમાં મારા પુત્રને બદનામ કરવાની કોશિશ કરીઃ CM ઉદ્ધવસુશાંત કેસમાં મારા પુત્રને બદનામ કરવાની કોશિશ કરીઃ CM ઉદ્ધવ

English summary
Badrinath Temple to be closed for the winter season on this day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X