For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજરંગ દળના કાર્યકર્તાની ચાકુના ઘા મારી હત્યા, શિવમોગમાં કલમ 144 લાગુ

કર્ણાટકના શિવમોગા શહેરમાં 23 વર્ષના બજરંગ દળના કાર્યકર્તાની સનસનીખેજ હત્યાનો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ કર્ણાટકના શિવમોગા શહેરમાં 23 વર્ષના બજરંગ દળના કાર્યકર્તાની સનસનીખેજ હત્યાનો કેસ સામે આવ્યો છે. રવિવારની રાતે બજરંગ દળના કાર્યકર્તાની મોત બાદ શહેરમાં તણાવ ખૂબ જ વધી ગયો છે. જેના કારણે અહીં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. વળી, આ સમગ્ર મામલે કર્ણાટકના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રસિંહે કહ્યુ કે આ હત્યાનુ કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ આપણે કોઈ પણ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે આગળની તપાસની રાહ જોવી પડશે. ગૃહમંત્રીએ મૃતકના પરિવારવાળાની પણ મુલાકાત કરી છે.

bajrang dal

જ્ઞાનેન્દ્રએ કહ્યુ કે આ હત્યા રવિવારની રાતે 9.30 વાગે થઈ છે. પોલિસે આ કેસમાં અમુક ઠોસ પુરાવા એકઠા કર્યા છે. સાથે જ ગૃહમંત્રીએ લોકોને અપીલ કરી છે કે તે શાંતિ જાળવી રાખે. તેમણે કહ્યુ કે અમે હજુ એ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે છેવટે હત્યા પાછળનુ કારણ શું હતુ. શિવમોગામાં રિઝર્વ પોલિસને તૈનાત કરવામાં આવી છે. સ્પેશિયલ ટીમની પણ રચના કરવામાં આવી છે કે જે આ હત્યાની તપાસ કરશે અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.

વળી, કર્ણાટકના મુખ્યમંત્રી બાસવારાજ બોમ્મઈએ પણ ગૃહમંત્રી આરગા જ્ઞાનેન્દ્ર સાથે આજે વાત કરી છે. તેમણે બજરંગ દળના કાર્યકર્તાની હત્યા વિશે માહિતી લીધી અને આ કેસની તપાસ વિશે પૂછપરછ કરી. સૂત્રો મુજબ જ્ઞાનેન્દ્રએ મુખ્યમંત્રીને જણાવ્યુ છે કે આ હત્યામાં 4-5 લોકો શામેલ છે.

English summary
Bajrang Dal activist demise, section 144 imposed in Shivmoga.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X