• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાળ ઠાકરેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

By Super
|
-maharashtra-mourns-balasaheb-thackera
મુંબઇ, 18 નવેમ્બરઃમહારાષ્ટ્રના રાજકારણમાં 'વાધ' તરીકે જાણીતા બનેલા શિવસેનાના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેનું 86 વર્ષની ઉમરે હૃદય રોગના હુમલાના કારણે 17 ઓક્ટોબરે બપોરે 3.30 વાગ્યે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર રવિવારે શિવાજી પાર્ક ખાતે લાખોની જનમેદનીની હાજરીમાં કરવામાં આવ્યા હતા. માતોશ્રીથી શિવાજી પાર્ક સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને તેમને રાજકિય સન્માન આપવામાં આવ્યું હતું. શિવાજી પાર્ક ખાતે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, બિઝનેસમેન અનિલ અંબાણી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સહિતના ભાજપના નેતાઓ, એનસીપીના શરદ પવાર સહિત અનેક નેતા-અભિનેતા ઉપસ્થિત રહ્યાં હતા. સાંજના છ વાગ્યે બાળા સાહેબના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ તકે શિવાજી પાર્કનું વાતાવરણ લાગણીસભર થઇ ગયું હતું. તમામના ચહેરા પર પોતાના કોઇ સ્નેહીજનને ગુમાવ્યા હોવાનો અહેસાસ જોવા મળી રહ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ બાળા સાહેબ ઠાકરેને મુખાગ્ની આપી હતી.

નેતા-અભિનેતાઓની શિવાજી પાર્કમાં હાજરી

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને બિઝનેસમેન અનિલ અંબાણી એકસાથે શિવાજી પાર્ક પહોચ્યા છે. આ સાથે જ ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી અને એનસીપી નેતા શરદ પવાર પણ સાથે જ આવ્યા છે. ભાજપના નેતાઓની વાત કરીએ તો લાલ કૃષ્ણ અડવાણી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, મેનકા ગાંધી, શાહનવાઝ હુસૈન સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ, ઉપરાંત રાજીવ શુકલા, સુપ્રિયા સુલે શિવાજી પાર્ક ખાતે બાળ ઠાકરેની અંતિમ વિધિમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. નાના પાટેકર, મધુર ભંડારકર, રિતેશ દેશમુખ સહિતના બોલિવુડ જગતના સિતારાઓ શિવાજી પાર્ક ખાતે બાળા સાહેબની અંતિમ ક્રિયામાં હાજરી આપવા આવ્યા હતા.

રાજકિય સન્માન અપાયું

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું નામ બનનાર શિવસેના સુપ્રિમોના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે લઇ જવામાં આવે તેવું સુચન મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઠાકરે પરિવારને જણાવવામાં આવ્યું હતું. શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર કરતા પૂર્વે પોલીસ કર્મીઓ દ્વારા ફાયરિંગ અને બ્યુગલ વગાડીને બાળા સાહેબ ઠાકરેને રાજકિય સન્માન સાથે અંતિમ સલામી આપવામાં આવી હતી.

માતોશ્રીથી શિવાજી પાર્ક સુધી નિકળી બાળા સાહેબની અંતિમ યાત્રા

બાળ ઠાકરેના પાર્થિવ દેહને એક ટ્રકમાં રાખવામાં આવ્યો હતો, જેને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. બાળા સાહેબ હંમેશા ચશ્મા પહેરીને જોવા મળતા હોવાથી અંતિમ યાત્રામાં પણ તેમને ચશ્મા પહેરાવવામાં આવ્યા હતા. અંતિમ યાત્રા બાંદરા વિસ્તારમાં ઉપસ્થિત તેમના આવાસ 'માતોશ્રી'થી થઇને શિવાજી પાર્ક પહોંચી હતી. માહિમ, દાદર, શિવસેના ભવન દરેક સ્થળે તેમના અંતિમ દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં મેદની એકઠી થઇ હતી.

લાખોની સંખ્યામાં મેદની ઉમટી

બાળ ઠાકરેની અંતિમ યાત્રામાં ભાગ લેવા માટે મુંબઇ ખાતે મહારાષ્ટ્રભરમાંથી લાખોની સંખ્યામાં મેદની પહોંચી હતી. માતોશ્રીથી શિવાજી પાર્ક સુધી પહોંચેલી આ અંતિમ યાત્રામાં 15 લાખથી વધારે સંખ્યામાં લોકો આવ્યા હતા અને બાળા સાહેબ ઠાકરેને ભાવભિની શ્રદ્ધાજંલિ અર્પી હતી.

ઉદ્ધવ ઠાકરે લાગણીઓ પર ના રાખી શક્યા કાબુ

પિતા બાળ ઠાકરેના પાર્થિવ દેહને જ્યારે શબ વાહિની પર મુકવા માટે ઘરની બહાર લાવવામાં આવ્યો ત્યારે ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર લાગણીઓ પર કાબુ કરી શક્યા ના હતા અને તેમની આખોમાં અશ્રુ વહી પડ્યા હતા.

તિરંગામાં લપેટવામાં આવ્યો બાળ ઠાકરેનો પાર્થિવ દેહ

મહારાષ્ટ્રના વાઘ તરીકે જાણિતા બાળ ઠાકરેની અંતિમ યાત્રા મુંબઇમાં કાઢવામાં આવી હતી. આ સમયે તેમના પાર્થિવ દેહને ભારતીય તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જનમેદની તેમના અંતિમ દર્શનાર્થે ઉમટી હતી.

મુંબઇવાસીઓને પોલીસની અપીલ

મુંબઇના લોકોને પોલીસે અપીલ કરી છે કે,જો બહાર જવું જરૂરી ના હોય તો લોકો ઘરની બહાર નિકળે નહીં. આ ઉપરાતં ટેક્સી અને રિક્ષા પણ ના ચલાવે. લોકોને અપીલ કરવામાં આવી છે કે જો અંતિમ દર્શન કરવા ઇચ્છતા હોય તે ચાલીને અથવા પોતાના વાહનનો ઉપયોગ કરે. બેસ્ટને વધારે બસો ચલાવવા માટે જણાવવામાં આવ્યું છે. રેલવેએ પણ મેગા બ્લોક ટાળી દીધો હતો.

English summary
The final journey of Shiv Sena patriarch Bal Thackeray began with his body being taken out for funeral procession from his residence in suburban Bandra this morning amid presence of thousands of grief-stricken Shiv Sainiks, who have come from across Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more