મોર્નિંગ વોક પર ગયેલા ભાજપા નેતાની માથું કચડીને હત્યા
મધ્યપ્રદેશની વરલા તહેસીલમાં રવિવારે વહેલી સવારે કેટલાક અજ્ઞાત લોકોએ ભાજપા નેતાની માથું કચડીને હત્યા કરી નાખી.
મધ્યપ્રદેશની વરલા તહેસીલમાં રવિવારે વહેલી સવારે કેટલાક અજ્ઞાત લોકોએ ભાજપા નેતાની માથું કચડીને હત્યા કરી નાખી. બાલવાડી ભાજપા નેતા મનોજ ઠાકરે વર્મા પોલીસ સ્ટેશન સીમામાં એક ખેતરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. તેમનું માથું પથ્થરથી કચડેલુ મળી આવ્યું છે. લાશ પાસે લોહી વાળો પથ્થર પણ મળી આવ્યો છે. ભાજપા નેતાની હત્યા પછી આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ચુકી છે.

ભાજપા મંડળ અધ્યક્ષ મનોજ ઠાકરે રવિવારે સવારે મોર્નિંગ વોક પર ગયા હતા ત્યારે જ તેમની હત્યા કરી દેવામાં આવી છે. અજ્ઞાત આરોપીઓ ઘ્વારા પથ્થરથી કચડીને તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. ભાજપા નેતાની લાશ રાધા સ્વામી ભવન પાસે રસ્તાથી થોડે દૂર પડેલી હતી. સૂચના મળતા જ પોલીસ જગ્યા પર પહોંચી. બાલવાડીમાં ઠાકરે સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે અજ્ઞાત લોકો સામે મામલો નોંધીને તેની તપાસ શરુ કરી દીધી છે.
આ પણ વાંચો: ઘરમાં મળી પત્નીની લાશ, PAC જવાન પર દહેજ અને હત્યાનો કેસ
આ પહેલા મંદસોરમાં ગુરુવારે ભાજપા નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માર્યા ગયેલા ભાજપા નેતા મંદસોર નગરપાલિકા અધ્યક્ષ પ્રહલાદ બંધવાર હતા. પ્રહલાદ બંધવારને કેટલાક અજ્ઞાત મોટરસાઇકલ સવારોએ માથામાં ગોળી મારી હતી. ત્યારપછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની મૌત થઇ હતી.
આ પણ વાંચો: ભાઈએ ભાઈની હત્યા કરી, 25 દિવસ સુધી ગોબરમાં લાશ સંતાડી રાખી












Click it and Unblock the Notifications
