For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાઈએ ભાઈની હત્યા કરી, 25 દિવસ સુધી ગોબરમાં લાશ સંતાડી રાખી

ઉત્તરપ્રદેશ શામલીમાં એક સનસની હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક ભાઈએ પિતરાઈ ભાઈની ડંડા થી મારી મારીને હત્યા કરી નાખી.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશ શામલીમાં એક સનસની હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક ભાઈએ પિતરાઈ ભાઈની ડંડા થી મારી મારીને હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી તેને લાશને ગોબરના ઢગલામાં સંતાડી દીધી અને પોલીસને મૃતકના લાપતા થવાની જાણકારી આપી દીધી. આ હત્યાનો ખુલાસો 25 દિવસ પછી ત્યારે થયો જયારે પોલીસને ગોબર નીચેથી લાશ મળી આવી. પોલીસે લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને આરોપી ભાઈની ધરપકડ કરી લીધી.

આ પણ વાંચો: પિતાની હત્યા કરી મોડે સુધી દરવાજા પાસે બેસી રહ્યો દીકરો

પિતરાઈ ભાઈએ ડંડા મારી હત્યા કરી

પિતરાઈ ભાઈએ ડંડા મારી હત્યા કરી

આખો મામલો શામલી જિલ્લાના ગામ મૂંડેટ ખાદરનો છે. ખેડૂત જીત સિંહને ત્યાં મધ્યપ્રદેશ જિલ્લાના સહજોલ નિવાસી પુષ્પરાજ, વિનોદ, શ્રવણ ઉર્ફ છોટુ અને પ્રદીપ નોકરી કરતા હતા. જેમાંથી વિનોદ અને પુષ્પરાજ પિતરાઈ ભાઈઓ હતા. 11 ડિસેમ્બરની રાત્રે પુષ્પરાજ પોતાના ભાઈ વિનોદ સાથે બેસીને દારૂ પી રહ્યો હતો. ત્યારે બંને વચ્ચે નાની વાત પર ગાળાગાળી થવા લાગી. વિનોદે પુષ્પરાજના માથા પર ડંડો મારી દીધો. આ પ્રહારથી પુષ્પરાજની ત્યાં જ મૌત થઇ ગઈ.

ગોબરમાં લાશ સંતાડી

ગોબરમાં લાશ સંતાડી

પુષ્પરાજની મૌત પછી પોલીસની બીકને કારણે વિનોદે પોતાના સાથી શ્રવણ ઉર્ફ છોટુ સાથે મળીને પુષ્પરાજની લાશને કોથળામાં બંધ કરીને થોડે દૂર પડેલા ગોબરના ઢગલામાં ફેંકી દીધી. તેની સાથે વિનોદે શ્રવણને પણ ધમકી આપી કે તેને કોઈને પણ જણાવ્યું તો તેની હત્યા કરી દેશે.

કેસ નોંધાયો

કેસ નોંધાયો

બીજા દિવસે જયારે માલિકે વિનોદને પુષ્પરાજ વિશે પૂછ્યું ત્યારે વિનોદે તેના ગાયબ હોવાની વાત કહી. ત્યારે માલિક જીત સિંહ વિનોદને લઈને ચોકી પહોંચ્યા અને તેમને પુષ્પરાજના ગાયબ હોવાની ફરિયાદ નોંધાવી.

25 દિવસ પછી ગોબરમાં લાશ મળી

25 દિવસ પછી ગોબરમાં લાશ મળી

ઘટનાના 25 દિવસ પછી શુક્રવારે બપોરે જયારે માલિકે કઠોરતાથી પુષ્પરાજ વિશે શ્રવણને પૂછ્યું ત્યારે તેને બધા જ રાઝ ખોલી નાખ્યા. આ ઘટનાની સૂચના પર ગામમાં પહોંચેલી પોલીસે પુષ્પરાજની લાશને ગોબરના ઢગલામાંથી બહાર કાઢી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પોલીસે ખેડૂતની ફરિયાદ પર આરોપી વિનોદ વિરુદ્ધ હત્યાનો મામલો નોંધીને તેને જેલમાં મોકલી આપ્યો છે.

English summary
Shamali: a man murdered his brother in a dispute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X