પિતાની હત્યા કરી મોડે સુધી દરવાજા પાસે બેસી રહ્યો દીકરો
નશાની માંગ પુરી નહીં કરવા પર એક દીકરાએ પોતાના જ વૃદ્ધ પિતાની પથ્થરથી કચડીને હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી દીકરો દરવાજા પાસે જ બેસી રહ્યો.
નશાની માંગ પુરી નહીં કરવા પર એક દીકરાએ પોતાના જ વૃદ્ધ પિતાની પથ્થરથી કચડીને હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી દીકરો દરવાજા પાસે જ બેસી રહ્યો. ઘટના વિશે જાણકારી મળતા જ ગ્રામીણો ત્યાં ભેગા થઇ ગયા. સૂચના મળતા પોલીસ પણ ત્યાં પહોંચી અને આરોપી દીકરાની ધરપકડ કરી લીધી. પોલીસે લાશને કબ્જે લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આ મામલે વાતચીત કરતા પોલીસે જણાવ્યું કે આરોપી દીકરો નશાનો આદી છે, તે નશો કરવા માટે પૈસાની ડિમાન્ડ કરી રહ્યો હતો. આ પહેલા પણ આરોપી યુવક ઘણીવાર પૈસા બાબતે પોતાના પિતા સાથે મારપીટ કરી ચુક્યો છે.

માખી ચોકી ક્ષેત્રના ધોકલ ખેડા ગામની ઘટના
માખી ચોકી ક્ષેત્રના ધોકલ ખેડા નિવાસી તેજબલી (60) ને તેના દીકરા જીતેન્દ્રએ પથ્થરથી મારીને હત્યા કરી નાખી. હત્યા વિશે જાણકારી જોતજોતામાં આખા ગામમાં ફેલાઈ ગઈ. આ ઘટના વિશે પોલીસને પણ જાણકારી આપવામાં આવી. સૂચના મળતા જ પહોંચેલી પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પોલીસે આરોપી જિતેન્દ્રની ધરપકડ પણ કરી લીધી છે.
આ પણ વાંચો: મંદિરના ગેટ પર પુજારીની લાશ લટકેલી મળી, જમીનનો વિવાદ
ચોકી અધ્યક્ષે જણાવ્યું કે જિતેન્દ્રને નશાની આદત હતી, જે નશો કરવા માટે પિતા પાસે પૈસા માંગતો હતો. નશા માટે પૈસા આપવાથી પિતા તેજબલિએ ઇન્કાર કરી દીધો. તેના પર જીતેન્દ્રએ આક્રોશમાં આવીને પિતા પર હુમલો કરી દીધો. તે પોતાના પિતા પર ઇટ અને પથ્થર ઘ્વારા પ્રહાર કરવા લાગ્યો. તેના કારણે પિતાની મૌત થઇ ગઈ. પોલીસે જણાવ્યું કે જિતેન્દ્રની ધરપકડ કરી લેવામાં આવી છે અને લાશને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પુત્ર ઘ્વારા પિતાની હત્યાની ખબર આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: SP નેતાની પત્ની સુરૈયા બેગમની હત્યા, કોથળામાં લાશ ફેંકી












Click it and Unblock the Notifications
