
મંદિરના ગેટ પર પુજારીની લાશ લટકેલી મળી, જમીનનો વિવાદ
ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં રુંવાટા ઉભા કરતી ઘટના સામે આવી છે. અહીં બુધવારે સવારે મંદિરના ગેટ પર પુજારીની લાશ ફાંસીના ફંદે લટકેલી મળી આવી. ઘટના વિશે સૂચના મળતા જ પહોંચેલી પોલીસે લાશ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આ ઘટના પછી આખા વિસ્તારમાં ભારે પોલીસબળ ગોઠવી દેવામાં આવ્યું છે. હત્યા પાછળ મંદિરની જમીનનો વિવાદ જણાવવામાં આવી રહ્યો છે.
મળતી જાણકારી અનુસાર આખો મામલો રાયબરેલીના ઉચાહર ચોકી ક્ષેત્રના બુઝુર્ગ ગામના રામજાનકી મંદિરનો છે. અહીં મંદિરની જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ગ્રામીણો અનુસાર આ મંદિર પર ભૂ-માફિયાઓની નજર છે. હાલમાં આ જમીન પર ભૂ-માફિયા ઓએ કબ્જો કરીને ચાર દીવાલ બનાવી દીધી હતી. મામલો હાઈકોર્ટથી લઈને સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યો. ત્યારપછી બાબા રામદાસે અમેઠીના મૌની બાબાને અહીં પીઠાધીશ નિયુક્ત કર્યા. મૌની બાબાએ પણ પોતાના જીવ પર જોખમ જણાવીને અમેઠી એસપી અને ડીએમ પાસે સુરક્ષાની માંગ કરી હતી.
આ પણ વાંચો: ફિલ્મ સ્ટાર આમિર ખાનના બાગમાં ખુંખાર અપરાધીની લાશ મળી
મંદિરના ગેટ પર બાબા પ્રેમદાસની લાશ લટકેલી મળી
બુધવારે સવારે બાબા પ્રેમદાસની લાશ મંદિરના ગેટ પર લટકેલી મળી આવી. જયારે ગ્રામીણોએ મંદિરના ગેટ પર પુજારીની લાશ જોઈ ત્યારે તેમને પોલીસને જાણ કરી. ઘટના વિશે સૂચના મળતા જ પહોંચેલી પોલીસે લાશ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. તેની સાથે સાથે લોકોનો આક્રોશ જોતા તમને આખા વિસ્તારમાં ભારે પોલીસબળ પણ ગોઠવી દીધું.
આ પણ વાંચો: યુપી: પિતાએ પોતાની ત્રણે દીકરીઓની નિર્દયતાપૂર્વક હત્યા કરી