CABના વિરોધમાં બાંગ્લાદેશના બે વરિષ્ઠ મંત્રીઓએ રદ કર્યો ભારત પ્રવાસ
દેશમાં નાગરિકતા સુધારો કાયદો બનવા દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં તણાવપૂર્ણ માહોલ છે. આ દરમિયાન બાંગ્લાદેશના બે વરિષ્ઠ મંત્રીઓએ પોતાનો ભારત પ્રવાસ રદ કર્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમીમ, ગૃહમંત્રી અસદુજ્જમાન ખાને ગુરુવારે પોતાનો ભારત પ્રવાસ રદ કરી દીધો. મોમેને કેબ વિશે બુધવારે મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે નાગરિકતા સુધારા બિલ ભારતની સેક્યુલર છબીને નબળી પાડશે. આ સાથે જ તેમણે પોતાના દેશમાં લઘુમતીઓને યાતનાના આરોપોને ધરમૂળથી ફગાવી દીધા છે. માહિતી અનુસાર તે 12-14 ડિસેમ્બર વચ્ચે છઠ્ઠા ઈન્ડિયન ઓસિયન ડાયલૉગમાં ભાગ લેવા આવવાના હતા. પરંતુ ભારત આવવાના અમુક કલાકો પહેલા જ તેમણે પોતાનો પ્રવાસ રદ કરી દીધો.
વળી, ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન આજે મેઘાલય આવવાના હતા. તેમણે રાજ્યના મુખ્યમંત્રી કોનરાડ સંગેમાને મેઘાલય આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ. બાંગ્લાદેશના ગૃહમંત્રીના પ્રવરતા શરીફ મહમદે કહ્યુ કે ગૃહમંત્રીનો પ્રવાસ ટાળી દેવામાં આવ્યો છે. મંત્રી હવે થોડા સમય બાદ મેઘાલયનો પ્રવાસ કરશે. તે હવે જાન્યઆરી-ફેબ્રુઆરી મહિનામાં મેઘાલય જઈ શકે છે. વળી, મોમેનનો પ્રવાસ રદ થયો હોવાનુ કારણ બતાવતા ભારતે તેને અયોગ્ય ગણાવ્યુ છે. પ્રવાસ રદ થયા બાદ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યુ કે વર્તમાન શેખ હસીનાના કાર્યકાળમાં કોઈ પણ પ્રકારની ધાર્મિક યાતનાઓ થઈ નથી. આ યાતના પૂર્વવર્તી સરકાર અને સૈન્ય શાસન દરિમયાન થઈ છે.
આ પણ વાંચોઃ અયોધ્યા ફેસલોઃ સુપ્રીમ કોર્ટે તમામ 18 પુનર્વિચાર અરજી ફગાવી