7 જાન્યુઆરીના રોજ બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ
મુંબઇ, 2 જાન્યુઆરી: એક મોટા સમાચાર આમ આદમી સાથે જોડાયેલા આવી રહ્યાં છે તે એ છે કે બેંક કર્મચારીઓના યૂનિયનોએ પગાર વધારાની માંગને લઇને 7 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે અને કહ્યું છે કે જો તેમની માંગને સ્વિકારવામાં નહી આવે તો આ હડતાળ આગળ પણ વધી શકે છે. આ વાતની જાણકારી યૂનાઇટેડ ફોરમ ઑફ બેંક યૂનિયન્સ (યૂએફબીયૂ)ના સંયોજક વિશ્વાસ ઉતાગીએ મીડિયાને જાણકારી આપી.
તેમણે કહ્યું કે અમે આઇબીની સાથે 10મી દ્રિપક્ષીય વાર્તાને જલદીમાં જલદી અમલ મુકતાં જોવા માંગીએ છીએ અને તેના માટે અમે સાત જાન્યુઆરીના રોજ દેશવ્યાપી હડતાલ પર જઇ રહ્યાં છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારી વેજેસ હાઇકની માંગ કરી રહ્યાં છે.

કર્મચારી વેજેસ હાઇકની માંગ કરી રહ્યાં છે
યૂનાઇટેડ ફોરમ ઑફ બેંક યૂનિયન્સે અનકંડીશનલ વેજેસ નિગોશિએસનને સ્વિકારવાની મનાઇ કરી દિધી છે એટલા માટે કર્મચારી હડતાળ કરી રહ્યાં છે. કર્મચારીઓએ ધમકી આપી છે કે જો તેમની માંગને સ્વિકારવામાં નહી આવે તો 21 થી 24 જાન્યુઆરી સુધી કંપ્લીટ શટડાઉન હડતાળ કરી દઇશું.












Click it and Unblock the Notifications
