For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાએ મોદીનું આમંત્રણ સ્વિકાર્યું, પ્રજાસત્તાક દિને બનશે ચીફ ગેસ્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 નવેમ્બર: આ વખતે પ્રજાકસત્તા દિનના અવસર પર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ પાઠવ્યું. જેને બરાક ઓબામાએ સ્વિકાર કરી લીધું છે. આમ પહેલી વાર બનશે કે જ્યારે કોઇ અમેરિકન રાષ્ટ્રપતિ ભારતમાં ગણતંત્ર દિવસના અવસર પર મુખ્ય અતિથિ બનશે.

barack-obama

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી બરાકા ઓબામાને મોકલવામાં આવેલા આમંત્રણની જાણકારી આપી. વ્હાઇટ હાઉસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતીય પ્રજાકસત્તા સત્તા પર સમારોહમાં ભાગ લેવા માટે જાન્યુઆરી, 2015માં ભારત જશે. વ્હાઇટ હાઉસના અનુસાર રાષ્ટ્રપતિ બરાક ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય અધિકારીઓની સાથે અમેરિકા-ભારત સામરિક ભાગીદારીને મજબૂત કરવા અને તેનો વિસ્તાર કરવા માટે મુલાકાત કરશે.

બરાક ઓબામાની સ્વિકારોક્તિની પુષ્ટિ કરતાં રાષ્ટ્રપતિની યાત્રા પર પ્રેસ સચિવે એક નિવેદનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં ભારતીય પ્રજાકસત્તા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા જાન્યુઆરી 2015માં ભારત જશે. આ પ્રથમ અવસર હશે જ્યારે કોઇ અમેરિકન રાષ્ટ્રપતિને પ્રજાકસત્તા દિવસ સમારોહમાં સામેલ હોવાનું ગૌરવ મળશે, જે ભારતીય સંવિધાનના લાગૂ થવાનો પર્વ છે. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે આ પ્રજાકસત્તા દિવસ, અમને એક મિત્રના અહીં હોવાની આશા છે.

રાષ્ટ્રપતિ અમેરિકા-ભારત સામરિક ભાગીદારીને મજબૂત કરવા અને તેનો વિસ્તાર કરવા માટે વડાપ્રધાનમંત્રી અને ભારતીય અધિકારી અધિકારીઓ સાથે મુલાકાતા કરશે. નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા હતા અને બંને નેતાઓએ સતત બે દિવસ સુધી વાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં નરેન્દ્ર મોદી મ્યામાંરમાં પૂર્વી એશિયા શિખર સંમેલનમાં બરાક ઓબામાને મળ્યા હતા. બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને 'અ મેન ઑફ એક્શન' કહીને તેમની પ્રશંસા કરી ચૂક્યાં છે.

English summary
In a major diplomatic victory for the NDA government and a massive boost to Indo-American ties, US President Barack Obama accepted Prime Minister Narendra Modi's invite to be the chief guest at India's 66th Republic Day Parade on January 26.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X