For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીને 'નર્વસ નેતા' ગણાવતા બરાક ઓબામાના નિવેદન પર સંજય રાઉતની પ્રતિક્રિયા

રાહુલ ગાંધીને 'નર્વસ નેતા' ગણાવતા બરાક ઓબામાના નિવેદન પર સંજય રાઉતની પ્રતિક્રિયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના પુસ્તકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને નર્વસ નેતા ગણાવવાના મામલે દેશની રાજનીતિ ગરમાણી છે. જણાવી દઈએ કે બરાક ઓબામાએ પોતાના પુસ્તક 'એ- પ્રોમિસ્ડ લેન્ડ'માં લખ્યું કે, તેમને રાહુલ ગાંધી એક એવા નર્વ વિદ્યાર્થી જેવા લાગ્યા જે પોતાના ટીચરને પ્રભાવિત કરવા તો માંગે છે, પરંતુ તેમનામાં ઝુનૂન અને યોગ્યતાની કમી છે. જે બાદથી જ ભાજપ નેતા સતત રાહુલ ગાંધી પર હુમલો બોલી રહ્યા છે. હવે આ મામલાને લઈ શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે.

રાહુલ ગાંધીને લઈ સંજજય રાઉતે શું કહ્યું

રાહુલ ગાંધીને લઈ સંજજય રાઉતે શું કહ્યું

ઓબામાના પુસ્તકમાં રાહુલ ગાંધીના ઉલ્લેખની લઈ જ્યારે સંજય રાઉતને સવાલ પૂછવામાં આવ્યો તો તેમમે કહ્યુ્ં કે, 'એક વિદેશી રાજનેતાને ભારતના નેતાઓ પર આવા પ્રકારનો મત આપવાનો અધિકાર નથી અને તેમના આવાં નિવેદન બાદ આપણા દેશમાં રાજનૈતિક નિવેદનબાજી પણ કરવી ઠીક નથી. આપણે એવું તો નહિ કહીએને કે ટ્રમ્પ પાગલ છે. ઓબામા આખરે આપણા દેશ વિશે જાણે જ શું છે.' ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી પોતાના દેશ બાદ હવે વિદેશમાં પણ અપમાન કરાવી રહ્યા છે.

બિહારની રણભૂમિના અસલી હીરો તેજસ્વી યાદવ

બિહારની રણભૂમિના અસલી હીરો તેજસ્વી યાદવ

જ્યારે સંજય રાઉતે બિહાર ચૂંટણી પરિણામને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી. સંજય રાઉતે કહ્યું કે, 'જો બિહારમાં એનડીએની સરકાર બને છે તો આજે પણ મારા મનમાં સરકારની સ્થિતિને લઈ શંકા છે, બહુ કમજોર બહુમત છે. તેજસ્વી યાદવે જેવી રીતે યુદ્ધને જીત અપાવી છે... ઠીક છે આંકડામાં નથી જતા. પરંતુ બિહારની રણભૂમિ પર યુદ્ધના અસલી હીરો તેજસ્વી યાદવ છે.'

દેશમાં કોરોનાના 44 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 520 લોકોનાં મોતદેશમાં કોરોનાના 44 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 520 લોકોનાં મોત

બિહારમાં સીટનું ગણિત શું છે

બિહારમાં સીટનું ગણિત શું છે

જણાવી દઈએ કે બિહાર વિધાનસબા ચૂંટણીના પરિણામ ગત મંગળવારે ઘોષિત કરી દેવામાં આવ્યાં હતાં. ચૂંટણી પરિણામોમાં 75 વિધાનસભા સીટ હાંસલ કરી આરજેડી ફરી એકવાર રાજ્યની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, જો કે તેમના મહાગઠબંધનને બહુમત મળ્યું નથી. કોંગ્રેસ, આરજેડી અને વામ દળોનું મહાગઠબંધન બિહારની 243 સીટમાંથી 110 સીટ હાંસલ કરી શક્યું છે. જ્યારે એનડીએએ 125 સીટ પર જીત નોંધાવી છે જેમાંથી 74 સીટ પર ભાજપ, 43 સીટ પર જેડીયૂ અને 4-4 સીટ પર વીઆઈપી અને હમે જીતનો પરચમ લહેરાવ્યો છે. આ ઉપરાંત અસાદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમને પાંચ, ચિરાગ પાસવાનની એલજેપીને 1 અને બહુજન સમાજ પાર્ટીને પણ એક સીટ મળી છે. બિહાર વિધાનસભાની એક સીટ અપક્ષના ખાતામાં ગઈ છે.

English summary
barack obama don't have any rights to comment on indian leader says sanjay raut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X