For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ જોયા બાદ તમારી ફેવરેટ ચોકલેટ ખાતા પહેલા હજાર વાર વિચારશો

ચોકલેટ ખાવાના શોખીન લોકો માટે બરેલીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમાચાર વાંચ્યા બાદ તમે કદાચ ચોકલેટ ખાવાનું જ છોડી દેશો.

|
Google Oneindia Gujarati News

ચોકલેટ ખાવાના શોખીન લોકો માટે બરેલીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમાચાર વાંચ્યા બાદ તમે કદાચ ચોકલેટ ખાવાનું જ છોડી દેશો અથવા તમે ચોકલેટ ખાતા પહેલા સહજ નહિ અનુભવી શકો. બરેલીના એક યુવકે જણાવ્યુ કે તેણે થોડાક દિવસો પહેલા એક દુકાનમાંથી એક જાણીતી કંપનીની ચોકલેટ ખરીદી હતી. ત્યારબાદ જેવુ યુવકે ચોકલેટ ખાવા માટે રેપર ફાડ્યુ કે કેટલાય જીવતા કીડા બહાર આવી ગયા અને ઘણા મરેલા જીવડા ચોકલેટ પર ચિપકેલા મળ્યા. આ જોઈને તો યુવકના હોશ ઉડી ગયા. બાદમાં યુવકે આ અંગે ફરિયાદ નોંધાવી છે.

એક જાણીતી ચોકલેટ કંપનીની ચોકલેટમાં નીકળ્યા જીવડા

એક જાણીતી ચોકલેટ કંપનીની ચોકલેટમાં નીકળ્યા જીવડા

કિસ્સો બરેલી પોલિસ સ્ટેશનના ઈજ્જતનગર ક્ષેત્રના રહેપુરામાં રહેતા યુવક દાનિશ ખાન સાથે જોડાયેલો છે. તેણે જણાવ્યુ કે તેણે મિની બાયપાસની કમલ ડેરીમાંથી ટીચર્સ ડે પર બે-ત્રણ ચોકલેટ ખરીદી હતી જેમાંથી એક ચોકલેટ પોતાને ખાવા માટે ખોલી. ચોકલેટ ખોલતા જ ઘણા જીવતા જીવડા અને મરેલા જીવડા ચોકલેટના રેપરમાંથી બહાર આવવા લાગ્યા. જ્યારે દુકાનદારને કિસ્સાની જાણ કરી તો તેણે કહ્યુ કે ચોકલેટ અંગે તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો પરંતુ તે પોતે આ ચોકલેટને પાછી નહિ લઈ શકે.

આ પણ વાંચોઃબુરાડી કાંડમાં નવા રિપોર્ટથી ખુલાસો, 11 લોકોએ નહોતી કરી આત્મહત્યાઆ પણ વાંચોઃબુરાડી કાંડમાં નવા રિપોર્ટથી ખુલાસો, 11 લોકોએ નહોતી કરી આત્મહત્યા

કંપનીએ આપ્યુ કાર્યવાહીનું આશ્વાસન

કંપનીએ આપ્યુ કાર્યવાહીનું આશ્વાસન

દાનિશે પોતાના પરિવાર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કંપનીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી ત્યારે કંપનીએ દાનિશને મેઈલ પર ફરિયાદ કરવા કહ્યુ. દાનિશે કિસ્સાની ફરિયાદ અંગે મેઈલ કર્યો તો કંપનીએ પણ માન્યુ કે ભૂલ થઈ છે. દાનિશને કંપની તરફથી આશ્વાસન મળ્યુ છે કે કંપનીના પ્રતિનિધિઓ ટૂંક સમયમાં તેના ઘરે આવશે.

જઈ શકતો હતો જીવ...

જઈ શકતો હતો જીવ...

દાનિશે કહ્યુ કે ખરાબ ચોકલેટ ખાવાથી તેનો જીવ પણ જઈ શકતો હતો કે પછી તબિયત ખરાબ થઈ શકતી હતી. કેટલા બધા લોકો આંખો બંધ કરીને ચોકલેટ ખાય છે. ઘણા લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. તે ઈચ્છે છે કે કંપની ખરાબ પ્રોડક્ટ અંગે પોતાના કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરે. જો ખરાબ પ્રોડક્ટ અંગે કોઈ કાર્યવાહી નહિ કરે તો તે સ્વતંત્ર થઈને કોઈ નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચોઃચિદમ્બરમની વાતોથી સંમત છુ કે રૂપિયો ગગડવો વધુ ખરાબ નથીઃ મનોજ લાડવાઆ પણ વાંચોઃચિદમ્બરમની વાતોથી સંમત છુ કે રૂપિયો ગગડવો વધુ ખરાબ નથીઃ મનોજ લાડવા

{document1}

English summary
bareilly boy found worms in his cadbury fruit and nuts chocolate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X