For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બસવરાજ બોમ્મઈ બનશે કર્ણાટકના નવા મુખ્યમંત્રી

બસવરાજ બોમ્મઈ બનશે કર્ણાટકના નવા મુખ્યમંત્રી

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ બનશે. મંગળવારે ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં આ ફેસલો લેવામાં આવ્યો છે. બેંગ્લોરના એકક ખાનગી હોટલમાં થયેલ બેઠકમાં ભાજપના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રદાન અને જી કિશન રેડ્ડી પણ સામેલ હતા. ન્યૂજ એજન્સી ભાષા મુજબ ધારાસભ્ય દળની બેઠક પહેલાં મંત્રીઓએ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના સત્તાવાર આવાસે તેમની મુલાકાત કરી હતી. અગાઉ દિવસમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને કર્ણાટક પ્રભારી અરુણ સિંહે પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલ સાથે યેદિયુરપ્પાની મુલાકાત કરી હતી.

Basavaraj Bommai

બસવરાજ બોમ્મઈ કર્ણાટકમાં ભાજપના કદાવર નેતા છે. બોમ્મઈ ભૂમારાદ્દી કોલેજ ઑફ એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજીથી 1982માં મિકેનિકલ એન્જીનિયરિંગમાં BE ડિગ્રી મેળવી. બસવરાજ બોમ્મઈ આ વર્ષના શરઆતમાં કર્ણાટકના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ કર્ણાટક વિધાનસભાના 2004થી 2008 સુધી સભ્ય પણ રહ્યા છે.

યેદિયુરપ્પાએ બોમ્મઈને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, મને ભરોસો છે કે તમે કર્ણાટકને વિકાસના પથ પર લઈ જશો અને રાજ્યના લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરશો.

જણાવી દઈએ કે બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી સોમવારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપી દીધું. રાજ્યમાં કેટલાય મહિનાથી નેતૃત્વ પરિવર્તનની અટકળો હતી. દક્ષિણ ભારતમાં ભાજપની પહેલી સરકાર બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર યેદિયુરપ્પાએ ચાર વખત રાજ્યનું નેતૃત્વ કર્યું.

English summary
Basavaraj Bommai will be the new Chief Minister of Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X