For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BBC ડૉક્યુમેન્ટ્રીઃ DU અને આંબેડકર યુનિવર્સિટીમાં વિવાદ બાદ આજે મુંબઈમાં સ્ક્રીનિંગનુ એલાન

પીએમ મોદી પર બનેલી બીબીસીની ડૉક્યુમેન્ટ્રીને લઈને વિવાદ હજુ યથાવત છે. દિલ્લી અને કોલકત્તા બાદ આજે મુંબઈની એક ઈન્સ્ટીટ્યુટમાં તેના સ્ક્રીનિંગનુ એલાન કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

BBC Documentary Raw: PM મોદી પર બીબીસીની ડૉક્યુમેન્ટ્રીને લઈને વિવાદ થમવાનુ નામ નથી લઈ રહ્યો. દિલ્લી અને કોલકત્તામાં સ્ક્રીનિંગને લઈને થયેલા હોબાળા બાદ આજે એટલે કે શનિવારે મુંબઈમાં ટાટા ઈન્સ્ટીટ્યુટ ઑફ સોશિયલ સાયન્સ(TISS)માં સ્ક્રીનિંગનુ એલાન કરવામાં આવ્યુ છે. જો કે સંસ્થા તરફથી આની મંજૂરી આપવામાં આવી નથી.

BBC Documentary

ડીયુ અને આંબેડકર યુનિ.માં થઈ ચૂક્યો છે હોબાળો

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા દિલ્લીના જવાહરલાલ યુનિવર્સિટીમાં ડૉક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગને રોકવા માટે પ્રશાસને કેમ્પસમાં વિજળી અને ઈન્ટરનેટ સપ્લાય કાપી દીધુ હતુ. શુક્રવારે દિલ્લી યુનિવર્સિટી અને આંબેડકર યુનિવર્સિટીમાં પણ વિવિ પ્રશાસન અને પોલિસે આવા જ પગલાં લીધા હતા. આના વિરોધમાં છાત્રોએ સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કરતા ઘણાની ધરપકડ કરવામાં આવી હતી. પોલિસ પ્રશાસને કલમ 144 લાગુ કરવાના વિરોધમાં છાત્રો દિલ્લી યુનિવર્સિટીની આર્ટ ફેકલ્ટી પર એકઠા થઈ ગયા હતા.

મુંબઈમાં ટાટા ઈન્સ્ટીટ્યુ ઑફ સોશિયલ સાયન્સમાં ભણતા છાત્રોના એક ગ્રુપે પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ ફૉરમ(PSF)એ મેનેજમેન્ટ પાસે કેમ્પસમાં બીબીસીની ડૉક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગની મંજૂરી માંગી હતી. TISSએ મંજૂરી ન આપવા છતાં ફોરમે શનિવારે સાંજે 7 વાગે સ્ક્રીનિંગની જાહેરાત કરી છે. પીએસએફે કહ્યુ છે કે મેનેજમેન્ટના ના પાડવા છતાં અમે કેમ્પસમાં સ્ક્રીનિંગ કરીશુ.

TISSએ જાહેર કરી એડવાઈઝરી

ટાટા ઈન્સ્ટીટ્યુ ઑફ સોશિયલ સાયન્સ(TISS)એ ડૉક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગ સામે કડક વલણ અપનાવીને એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે સંસ્થામાં શૈક્ષણિક માહોલને બગાડે અને કેની શાંતિ અને સદભાવને જોખમમાં મૂકે તેવી કોઈ પણ સ્ક્રીનિંગ અને સભાની અનુમતિ નથી. એવુ ધ્યાનમાં આવ્યુ છે કે છાત્રોના અમુક જૂથે દેશના અમુક ભાગોમાં અશાંતિ પેદા કરતી બીબીસીની ડૉક્યુમેન્ટ્રીની પરિસરમાં સ્ક્રીનિંગની યોજના બનાવી છે. છાત્રોને આવી કોઈ પણ ગતિવિધિમાં સામેલ થવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ પણ છાત્ર આ પ્રકારની ગતિવિધિમાં જોડાયેલુ જોવા મળ્યુ તો તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

શું છે બીબીસી ડૉક્યુમેન્ટ્રીનો વિવાદ?

નોંધનીય છે કે બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચનને લઈને દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. આ સીરિઝ ગુજરાતમાં 2002 દરમિયાન થયેલા રમખાણોને લઈને બનાવવામાં આવી છે. એ વખતે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. કેન્દ્ર સરકારે આ ડૉક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમછતાં ઘણી રાજકીય પાર્ટીઓ અને સંગઠનોએ આની સ્પેશિયલ સ્ક્રીનિંગ કરાવી છે. હવે આ ડૉક્યુમેન્ટ્રીને દેશની યુનિવર્સિટીઝમાં પણ પ્રસારિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. દિલ્લી યુનિવર્સિટી, જામિયા અને જેએનયુ સાથે કોલકત્તાની એક યુનિવર્સિટીમાં પણ હોબાળો થઈ ચૂક્યો છે.

English summary
BBC Documentary Raw: Mumbai Tata Institute of Social Science students announce screening of bbc documentary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X