આજે ભારતબંધ: આ 10 વાતો પર રાખો ધ્યાન
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરીઃ રાજધાનીમાં ટ્રેડ યુનિયન અને સરકાર વચ્ચેની વાર્તા નિષ્ફળ નિવડી છે અને હવે નક્કી થઇ ગયું છે કે બુધવારે અને ગુરુવારે હડતાળ રહેશે. હડતાળથી દેશનો દરેક નાગરીક પ્રભાવિત થશે. બની સકે કે આવતી કાલે તમારી માતા, બહેન, પત્ની ટ્રેનમાં એકલા જઇ રહ્યાં હોય, બની શકે કે ઘરમાં કોઇ બિમાર હોય કે પછી બની શકે કે કાલે તમારે કોઇ જરૂરી કામ હોય, તેવામાં તમામ ટેન્શન તમારા દિમાગમાં ઘર કરી લેશે, તેથી જરૂરી છે કે કેટલીક વ્યવસ્થા જાતે જ કરી લઇએ.

2- ઘરમાં જો કોઇ નાનું બાળક હોય તો તેના માટે દુધની વ્યવસ્થા કરીને રાખો. જો કે, હજુ ટ્રાન્સપોર્ટ યુનિયને હડતાળમાં સામેલ થવાની વાત કરી નથી, પરંતુ જો મોડી રાત્રે નિર્ણય થશે તો સવારે દુધ મળવું મુશ્કેલ છે.
3- ગાડીમાં પેટ્રોલ ભરાવીને રાખો, કારણ કે આ હડતાળમાં ઘણા પેટ્રોલ પંપ યુનિયન પણ બંધની જાહેરાત કરવાની તૈયારીમાં છે. ખાસ વાત એ છે કે જો પેટ્રોલ પંપ યુનિયન હડતાળમાં સામેલ થાય તો બે દિવસ સુધી તમારું વાહન ઉભુ રહી જશે અને તમે હેરાન થઇ જશો.
4- જો તમારે કાલે અથવા પરમદિવસે પૈસાની જરૂર પડી શકતી હોય તો, અત્યારે એટીએમ જાઓ અને થોડાક પૈસા કાઢીને ઘરમાં મુકી દો. ખાસ કરીને તેઓ જેમના ઘરમાં કોઇ પ્રેગનન્ટ મહિલા છે અને તેની પ્રેગનન્સીનો અંતિમ સમય ચાલી રહ્યો છે. કારણ કે બેન્ક હડતાળના કારણે નેટ બેન્કિંગ અને એટીએમ સેવાઓ પણ ધ્વસ્ત થઇ શકે છે.
5- જો તમારા ઘરમાં કોઇ બિમાર છે,તો કેટલાક પૈસાની વ્યવસ્થા કરીને રાખો, અને સ્થાનિક ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરી ડોક્ટર્સનો સમય જરૂરથી પૂછી લો, કારણ કે જો તમે સરકારી હોસ્પિટલ્સમાં જશો તો ત્યાં સારવાર મળવી મુશ્કેલ થઇ શકે છે.
6- ઘરમાં જો ઇધણ ખત્મ થઇ ગયું છે તો અત્યારે જ તેની વ્યવસ્થા કરી લો કારણ કે આગામી બે દિવસ સુધી ઘર માટે ઇંધણ મળવું મુશ્કેલ છે.
7- જો તમારી પાસે ખાનગી વાહન નથી,તો ઓફિસ જવા માટે પોતાના મિત્ર સાથે વાત કરી લો, તેથી કાલે તમે ઓફિસ જઇ શકો, અન્યથા તમારે રજા લેવી પડી શકે છે.
8- જો તમારા બાળકો સ્કૂલે જાય છે તો સવારે બસ તેને લેવા આવે, તો પણ બપોરે વાહન તૈયાર રાખો, કારણ કે કાલે સ્કૂલ બસોની પણ હડતાળ છે. બની શકે પરત ફરતી વખતે વિરોધના કારણે સ્કૂલ બસ તમારા બાળકને લઇને ના આવે. તેથી સારું રહેશે કે બાળકને મોકલતા પહેલા સ્કૂલે ફોન કરી લો.
9- જો એલઆઇસી પ્રીમિયમ, ક્રેડિટ કાર્ડ, વિજળીનું બિલ વગેરે ભરવાની અંતિમ તારીખ 20 કે 21 છે તો તે કામ આજે જ પતાવી દો. ઓફલાઇન સેવા તો ભુલી જ જાઓ, ઓનલાઇન ભુગતાનમાં પણ મુશ્કેલી આવી શકે છે. પછીથી કારણ વગર ફી ભરવી પડી શકે છે.
10- નો પિકનિક પ્લીઝ- હડતાળના કારણે જો તમારી ઓફિસમાં રજા જાહેર કરવામાં આવી હોય તો, તેનો અર્થએ નથી કે તમે પિકનિક મનાવવા જતા રહો, કારણ કે હડતાળી કાર્યકર્તાઓ પિકનિક સ્પોટને પણ બંધ કરાવવાની યોજનામાં છે.












Click it and Unblock the Notifications
