For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAAને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી

CAAને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાનૂન (Citizenship AMendment Act)ને લઈ દેશભરમાં થઈ રહેલ વિરોધ પ્રદર્શનો બાદ આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં મહત્વની સુનાવણી થશે. CAAને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી થશે.

supreme court

સુપ્રીમ કોર્ટમાં CAAના સમર્થન અને તેના વિરોધમાં 144 અરજીઓ દાખલ કરી દેવામાં આવી છે, જેના પર આજે કોર્ટ મહત્વની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેંચ બુધવારે CAA કાનૂનના વિરોધમાં અને સમર્થનમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરશે. CAA સિવાયની કેટલીક અરજીઓમાં એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને પણ પડકાર આપવામાં આવ્યો છે. આ અરજીઓમાં સીએએની સંવૈધાનિક માન્યતા ખતમ કરવાની માગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે નાગરિકતા કાનૂનમાં સંશોધન કરતા કેટલાક હિન્દુ, સિખ, ઈસાઈ, બૌદ્ધ અને પારસી ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપવાનું પ્રાવધાન ઉમેર્યું છે. આ કાનૂનમાં કરવામા આવેલ સંશોધન અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, સિખ, ઈસાઈ, પારસી અને બૌદ્ધ ધર્મના શરણાર્થિઓને ભારતની નાગરિકતા આપવાનું પ્રાવધાન છે, જો કે આનાથી મુસ્લિમોને દૂર રાખવામાં આવ્યા છે.

શાહીન બાગની મુસ્લિમ મહિલાઓએ કહ્યું- 'PM મોદી અમારા દીકરા, છતાં માતાની કેમ નથી સાંભળતા?'શાહીન બાગની મુસ્લિમ મહિલાઓએ કહ્યું- 'PM મોદી અમારા દીકરા, છતાં માતાની કેમ નથી સાંભળતા?'

English summary
bench of 3 supreme court judges will hear over 144 petition on citizenship amendment act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X