For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલુરુમાં વધુ બોમ્બ વિસ્ફોટની ધમકી

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 30 ડિસેમ્બર: બેંગલુરુના ચર્ચ સ્ટ્રીટમાં થયેલા વિસ્ફોટ બાદ @LatestAbdul નામના ટ્વિટર હેંડલથી વધું બોમ્બ વિસ્ફોટો કરવાની ધમકી આપવામાં આવી છે. ટ્વિટમાં ધમકી આપવામાં આવી છે કે જો મેહદી વિસ્વાસને નહીં છોડવામાં આવે તો આવનારા બે દિવસોમાં વધુ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે મેંહદી વિસ્વાસને આતંકી સંગઠન આઇએસઆઇએસ માટે ટ્વિટ કરવાના આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યો છે. ખુદને અબ્દુલ કહેનારા આ શખ્સે દાવો કર્યો છે કે તેણે જ બેંગલુરુમાં બોમ્બ વિસ્ફોટ કર્યો છે અને કોઇનામાં તાકાત હોય તો તેને પકડની બતાવે.

આ ટ્વિટ્સના જવાબમાં બેંગલુરુ પોલીસે તુરંત પોતાની પ્રતિક્રિયા આપી છે. બેંગલુરુ ક્રાઇમ બ્રાંચે ટ્વિટ કરીને જણાવ્યું છે, '@LatestAbdul નામના ટ્વિટર હેંડલથી કરવામાં આવેલા તમામ ટ્વિટ પોલીસની જાણકારીમાં છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ટ્વિટના આધાર પર એલાર્મની કોઇ જરૂરીયાત નથી. મહેરબાની કરીને અફવાઓને હવા ના આપો.'

blast
પોતાની પ્રતિક્રિયાના લગભગ ચાર કલાકો બાદ જ બેંગલુરુ પોલીસે @LatestAbdul નામના હેંડલથી ટ્વિટ કરનારા શખ્સની ઓળખ કરી લેવાનો દાવો કર્યો. બેંગલુરુ ક્રાઇમ બ્રાંચના ડીસીપી અભિષેક ગોયલે જણાવ્યું, 'તે એક 17 વર્ષનો કિશોર છે. માનસિક રીતે તણાવમાં છે. અમે તેના માતા-પિતા અને તેની સાથે વાત કરી રહ્યા છીએ.'

@LatestAbdul હેંડલથી સતત એક પછી એક ટ્વિટ કરવામાં આવ્યા. તેમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણી ન્યૂઝ ચેનલોને ધમકી આપવામાં આવી છે. એક ટ્વિટ હિન્દીમાં પણ કરવામાં આવી હતી જેમાં પોલીસને ગાળો પણ આપવામાં આવી છે. ટ્વિટરે આ મામલામાં તુરંત કાર્યવાહી કરી @LatestAbdul નામના હેંડલને સાઇટથી હટાવી દીધી છે.

સોશિયલ સાઇટ પર ફેલાયેલી અફવાહને જોતા બેંગલુરુના એસીપી આલોક કુમારે પણ ટ્વિટ કર્યું 'બેંગલુરુ શહેરમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. કેટલાંક અસામાજિક તત્વ અફવાહ ફેલાવી રહ્યા છે. આ અફવાહોને હવા ના આપો અને કંઇ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને જાણ કરો.'

નોંધનીય છે કે બેંગલુરુમાં રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યે ચર્ચ સ્ટ્રીટમાં કોકોનટ ગ્રોઇંગની સામે બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થઇ ગયું હતું અને 2 ઘાયલ થયા હતા. ઓછી તિવ્રતાના આ વિસ્ફોટને સરકારે આતંકી હુમલો ગણાવ્યો છે.

English summary
Bengluru police got threat for more blast from @LatestAbdul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X