સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "ભાગ રાહુલ ભાગ" સિંહાસન ખાલી કરો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરી એકવાર સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરી એકવાર સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. પોતાના નિવેદનોથી હંમેશા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરનારી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર ઘ્વારા ફરી એકવાર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ખરેખર સ્મૃતિ ઈરાનીનું આ ટવિટ અલગ અલગ રાજ્યોથી કોંગ્રેસ નેતાઓ ઘ્વારા રાહુલ ગાંધીને તેમના રાજ્યની લોકસભા સીટ લડવાના આગ્રહ પછી આવ્યું છે.

આ પણ વાંચો: બિહારમાં NDAના ઉમેદવારોની યાદી જાહેર, જાણો ક્યાંથી કોને મળી ટિકિટ

ભાગ રાહુલ ભાગ

ભાગ રાહુલ ભાગ

એવી પણ ખબર આવી રહી છે કે રાહુલ ગાંધી અમેઠી સહીત વાયનાડથી પણ ચૂંટણી લડી શકે છે. ત્યારપછી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર એકાઉન્ટ પર અમેઠી કોંગ્રેસ જિલ્લા કમિટીના અધ્યક્ષ ઘ્વારા જાહેર કરવામાં આવેલો પત્ર પોસ્ટ કરતા લખ્યું કે, 'અમેઠીએ ભગાવ્યો, દરેક જગ્યાએ બોલાવ્યાની સ્વાંગ રચાવ્યો, કારણકે લોકોએ નકાર્યો, સિંહાસન ખાલી કરો'. આ ટવિટ સાથે તેમને #BhaagRahulBhaag હેશટેગ પણ લગાવ્યું.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું ટવિટ

સ્મૃતિ ઈરાનીના ટવિટ પછી કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું ટવિટ આવ્યું, જેમાં તેમને લખ્યું હતું કે, ચાંદની ચોકે હરાવ્યું, અમેઠીએ હરાવીને ભગાવ્યા જેને વારંવાર જનતાએ નકાર્યા તેમને દરેક વાર રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવ્યા. હવે અમેઠીએ હારની હેટ્રિકનો માહોલ બનાવ્યો છે #BhaagSmritiBhaag.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીએ પ્રહાર કર્યો

એટલું જ નહીં પરંતુ સુરજેવાલે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દક્ષિણ ભારતના કાર્યકર્તાઓ ઘ્વારા કોઈ એક સીટ પર લડવા માટે પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવનો અમેઠી જિલ્લા કોંગ્રેસ કમિટીએ સમર્થન આપવાની સાથે તેનું સ્વાગત પણ કર્યું છે.

અમેઠીમાં સ્મૃતિ ઈરાની હારી હતી

અમેઠીમાં સ્મૃતિ ઈરાની હારી હતી

વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભલે રાહુલ ગાંધી જીતી ગયા હોય પરંતુ સ્મૃતિ ઈરાનીએ તેમને જોરદાર ટક્કર આપી હતી. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને 408,651 વોટ મળ્યા હતા, જયારે ભાજપા ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 300,741 વોટ મળ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ આ સીટ પર જીતનું અંતર ઓછું કરી દીધું હતું. રાહુલ ગાંધી આ સીટથી 107,000 વોટોથી જીત્યા હતા, જયારે વર્ષ 2009 દરમિયાન રાહુલ ગાંધી 350,000 કરતા પણ વધારે વોટોથી જીત્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X