For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી બે દિવસ ભારત બંધ, 10 પોઇન્ટમાં સમજો તેની અસર

આજથી બે દિવસ ભારત બંધ, 10 પોઇન્ટમાં સમજો તેની અસર

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં સેન્ટ્રલ ટ્રેડ યૂનિયનોએ આજે અને કાલે ભારત બંધનું આહ્વાન કર્યું છે. 28 અને 29 માર્ચે થનાર દેશવ્યાપી બંધથી ક્યાંકને ક્યાંક સામાન્ય નાગરિકોનું જીવન પ્રભાવિત થનાર છે, કેમ કે આ બંને દિવસની હડતાળમાં બેંક સેવાઓ પ્રભાવિત થવાની સંભાવના છે. આ ઉપરાંત બંધ દરમિયાન રેલવે સેવા પણ પ્રભાવિત થવાની સંભાવના છે.

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે બંધનું સમર્થન કર્યું

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે બંધનું સમર્થન કર્યું

જણાવી દઈએ કે અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે હડતાળને પોતાનું સમર્થન આપવાનું એલાન કર્યું છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના કર્મચારીઓ અને ગ્રાહકો માટે એક દિવસ પહેલાં જ બંધની જાણકારી આપી દીધી હતી. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે ફેસબુક પર લખ્યું કે બેંકિંગ સેક્ટર પણ આ હડતાળમાં સામેલ થશે.

કેમ થઈ રહ્યું છે ભારત બંધ

કેમ થઈ રહ્યું છે ભારત બંધ

જણાવી દઈએ કે ભારત બંધનું આહ્વાન કેન્દ્ર સરકારની એવી નીતિઓના વિરોધમાં કરવામાં આવી રહ્યું છે, જેનાથી કર્મચારી, ખેડૂતો અને સામાન્ય નાગરિકો પ્રભાવિત છે. 22 માર્ચ 2022ના રોજ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોના સંયુક્ત મંચની બેઠક બાદ દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાં તૈયારીઓના રિપોર્ટ લીધા બાદ યૂનિયનોએ કર્મચારી વિરોધી, જનતા વિરોધી, ખેડૂત વિરોધી અને દેશ વિરોધી નીતિઓની સામે બે દિવસીય હડતાળનું આહ્વાન કર્યું હતું. બંગાળમાં વામપંથી પાર્ટીઓએ પણ આ બંધને સમર્થન આપ્યું છે.

ભારત બંધ સાથે જોડાયેલી મહત્વની વાતો

ભારત બંધ સાથે જોડાયેલી મહત્વની વાતો

  • ભારતનું બેંકિંગ અને રેલવે ઉપરાંત કોલસો, સ્ટીલ, ઓઈલ, ટેલિકોમ, પોસ્ટલ, ઈન્કમ ટેક્સ, કોપર, બેંક અને ઈન્સ્યોરન્સ સેક્ટરે પણ ટેકો જાહેર કર્યો છે.
  • આ ઉપરાંત રોડવેજ, ટ્રાંસપોર્ટ કર્મચારીઓ અને વીજળી કર્મચારીઓએ પણ હડતાળનું સમર્થન કર્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ તમામ સેક્ટરની સેવાઓ આજે અને કાલે પ્રભાવિત થઈ શકે છે.
  • વીજળી મંત્રાલયે આજે તમામ સરકારી કંપનીઓ અને અન્ય એજન્સીઓને હાઇ એલર્ટ પર રહેવા અને ચોવ્વીસ કલાક વીજળી આપૂર્તી અને રાષ્ટ્રીય ગ્રિડની સ્થિરતા સુનિશ્ચિત કરવાની સલાહ આપી. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલ, રક્ષા અને રેલવે જેવી જરૂરી સેવાઓમાં લાગેલા લોકો માટે પણ વીજળી સપ્લાઈ સુનિશ્ચિત કરવામાં આવે.
  • ભારત બંધનું આહ્વાન કરનાર સેંટ્રલ ટ્રેડ યૂનિયનોની માંગ છે- શ્રમ સંહિતા સમાપ્ત કરી દેવામાં આવે, ખાનગીકરણ રોકવામાં આવે, મનરેગા હેઠળ વેતન માટે ફાળવણીમાં વધારો અને કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવા વગેરે.
  • અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘની માંગ છે કે સરકાર સાર્વજનિક ક્ષેત્રના બેંકોના ખાનગીકરણ બંધ કરે અને તેમને મજબૂત કરે. આ ઉપરાંત જે બેંક કરજામાં ડૂબેલી છે તેમને કરજામાંથી બહાર કાઢવામાં આવે, બેંક જમા પર વ્યાજ વધે, સેવા શૂલ્કમાં કમી કરવામાં આવે અને જૂની પેંશન યોજના ફરીથી શરૂ કરવામાં આવે.
  • ઑલ ઇન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસના મહાસચિવ અમરજીત કૌરે ઉમ્મીદ જતાવી છે કે 20 કરોડથી વધુ ઔપચારિક અને અનૌપચારિક કાર્યકર્તાઓની ભાગીદારી આ બંધમાં થી શકે છે.

English summary
Bharat Bandh on 28 and 29th march- know effect in 10 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X